‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ, 1 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રજૂ, જુઓ વીડિયો

અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન'ના ટ્રેલરે ઈતિહાસ રચી દીધો છે. આ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી લાંબુ ટ્રેલર બની ગયું છે. ચાલો તમને જણાવીએ કે આ 4 મિનિટ 58 સેકન્ડના ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું છે.

સિંઘમ અગેનનું ટ્રેલર રિલીઝ, 1 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રજૂ, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Oct 09, 2024 | 6:40 PM

રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર 4 મિનિટ 58 સેકન્ડનું છે. તમને જણાવી દઈએ કે, હિન્દી સિનેમાના ઈતિહાસનું આ સૌથી લાંબુ ટ્રેલર છે. આ પહેલા કોઈ ફિલ્મનું ટ્રેલર 4 મિનિટથી વધુ લાંબું રિલીઝ થયું નથી. આ એક્શન પેક્ડ ટ્રેલરમાં અજય દેવગન, કરીના કપૂર, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રવિ કિશન, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, રણવીર સિંહ, શ્વેતા તિવારી અને જેકી શ્રોફની ઝલક જોવા મળે છે અને ઘણા દમદાર ડાયલોગ્સ સાંભળવા મળ્યા છે.

રોહિત શેટ્ટીની સિંઘમ અગેનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેની સ્ટારકાસ્ટ અને લાંબા ટ્રેલર વિશે ચર્ચા છે. પરંતુ જે બાબતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે દીપિકા પાદુકોણની. ટ્રેલરમાં દીપિકા ખૂબ જ એક્શન કરતી જોવા મળી રહી છે. સિંઘમ અગેઇનમાં દીપિકા પાદુકોણે શક્તિ શેટ્ટીની ભૂમિકા ભજવી છે. જે બાજીરાવ સિંઘમની પત્નીને બચાવવામાં મદદ કરે છે.

સિંઘમ અગેનમાં અજય દેવગન બાજીરાવ સિંઘમના રોલમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ લેડી સિંઘમનું પાત્ર ભજવવા માટે તૈયાર છે. આ ફિલ્મ રણવીર સિંહની સિમ્બા, અક્ષય કુમારની સૂર્યવંશીની ઝલક પણ પાછી આવે છે અને અર્જુન કપૂરને વિલન તરીકે રજૂ કરે છે.

આ વખતે સિંઘમ અગેનમાં રામાયણ આધારિત નવો વળાંક પણ રાખવામાં આવ્યો છે. ફિલ્મમાં અનેક દમદાર ડાયલોગ્સ પણ છે, જેમાં એક ડાયલોગ્સમાં અજય દેવગન કહે છે, “ગુગલ પર બાજીરાવ સિંઘમ ટાઈપ કરો, તમને ખબર પડી જશે કે તમારા બાપ કોણ છે.