Singer KK Funeral : ગાયક KKને આપવામાં આવશે અંતિમ વિદાય, આજે થશે અંતિમ સંસ્કાર

|

Jun 02, 2022 | 10:13 AM

KKની અંતિમ યાત્રા આજે એટલે કે 2 જૂન, 2022ના રોજ દિવસના એક વાગ્યે શરૂ કરવામાં આવશે. તેમને ગુરુવારે અંધેરી વર્સોવામાં મુખાગ્નિ આપવામાં આવશે.

Singer KK Funeral : ગાયક KKને આપવામાં આવશે અંતિમ વિદાય, આજે થશે અંતિમ સંસ્કાર
Singer KK will be given a final farewell

Follow us on

બોલિવૂડના પ્રખ્યાત ગાયક KKના નિધનના (Singer KK Passed Away) સમાચારથી ચાહકો હજુ પણ આઘાતમાં છે. અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આવી સ્થિતિમાં, આજે લિજેન્ડ સિંગર KKને અંતિમ વિદાય આપવામાં આવશે (Singer KK Funeral). KKની અંતિમ યાત્રા આજે એટલે કે 2 જૂન, 2022ના રોજ દિવસના એક વાગ્યે શરૂ કરવામાં આવશે. તેમને ગુરુવારે અંધેરી વર્સોવામાં મુખાગ્નિ આપવામાં આવશે. લિજેન્ડને વર્સોવા હિન્દુ અંતિમ સંસ્કાર સ્થળ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સિંગર કેકેના અંતિમ દર્શન વર્સોવાના પાર્ક પ્લાઝામાં થઈ શકે છે. ગાયક કેકેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી આ માહિતી શેયર કરવામાં આવી છે. આ થોડા કલાકો પહેલા પોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમની તમામ માહિતી આપવામાં આવી છે.

ફેન્સ અને સેલેબ્સે આપી પ્રતિક્રિયા

આ પોસ્ટ જોયા બાદ તમામ ચાહકો ગાયક માટે ભાવુક થતા જોવા મળ્યા હતા, જ્યારે ઘણા સ્ટાર સેલેબ્સ પણ કેકેને શ્રદ્ધાંજલી આપતા જોવા મળ્યા હતા. ગાયક તુલસી કુમારે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને કોમેન્ટ બોક્સ પર હાર્ટ બ્રેકિંગ ઇમોજી આપી. તો ત્યાં ચાહકો કોમેન્ટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા. એક યુઝરે કહ્યું કે ‘લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી.’ તો કોઈએ કહ્યું- તમે હંમેશા જીવતા રહેશો સર, કોઈએ લખ્યું તમારા ગીતો હંમેશા અમારી સાથે છે. તો કોઈએ કહ્યું – તમારા ગીતો દ્વારા તમારો અવાજ હંમેશા પૃથ્વી પર ગુંજતો રહેશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અહીં પોસ્ટ જુઓ….

શું થયું હતું…

KKતરીકે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નતનું હાર્ટ એટેકથી અવસાન થયું. 53 વર્ષીય ગાયકે મૃત્યુ પહેલા કોલકાતામાં એક કોન્સર્ટ પણ કર્યો હતો. જે બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મંગળવાર, 31 મે, KK કોલકાતામાં નઝરુલ મંચમાં ગીતનો કોન્સર્ટ કરી રહ્યા હતા. કોન્સર્ટના અંત પછી, કેકેને હાર્ટ એટેક આવ્યો. આવી સ્થિતિમાં તેને કોલકાતા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMRI)માં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરોએ KKને મૃત જાહેર કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, તેઓ “લાંબા સમયથી હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે કોન્સર્ટ હોલમાં AC કામ ન કરવા અને ભીડને કારણે KKના સ્વાસ્થ્ય પર અસર થવા લાગી. જે બાદ તે બેચેની અનુભવવા લાગ્યો હતો.

 

Published On - 10:12 am, Thu, 2 June 22

Next Article