SYL Song Removed : YouTubeએ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું ગીત ‘SYL’ હટાવી દીધું, તેમની હત્યા બાદ રિલીઝ કરવામાં આવ્યું હતુ

|

Jun 27, 2022 | 11:31 AM

સિદ્ધુ મૂઝવાલા (Sidhu Moose Wala)નું ગીત 'SYL' હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતુ ત્યારબાદ તે ખુબ જ વિવાદમાં આવ્યું હતુ હવે આ ગીત પર એક્શન લેવામાં આવી છે તેને યૂટ્યુબ પરથી દુર કરવામાં આવ્યું છે

SYL Song Removed : YouTubeએ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું ગીત SYL હટાવી દીધું, તેમની હત્યા બાદ રિલીઝ કરવામાં આવ્યું હતુ
YouTubeએ પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાનું ગીત 'SYL' હટાવી દીધું
Image Credit source: Instagram

Follow us on

SYL Song Removed : સિદ્ધુ મૂસેવાલાનું (Sidhu Moose Wala)નું એક ગીત હાલમાં રિલીઝ થયું હતુ, તેને યૂટ્યુબ પરથી દુર કરવામાં આવ્યું છે.આ ગીત મૂસેવાલના મોત બાદ તેમના પરિવારે રિલીઝ કર્યું હતુ, આ ગીતને લઈ ખુબ વિવાદ પર થઈ રહ્યો હતો.SYLનો મતલબ સતલુજા યમુના લિંક નહર છે જેમાં SYL Canalના નામે પણ જણાય છે. આ મુદ્દો પંજાબ અને હરિયાણા વચ્ચે ત્રણ દાયકાથી વધુ સમયથી વિવાદનો વિષય છે. આ ગીત સિદ્ધુ મૂસેવાલાએ લખ્યું અને કમ્પોઝ કર્યું હતું. તમને જણાવી દઈએ કે 23 જૂન શુક્રવારના રોજ આ ગીતને મ્યુઝિક પ્રોડ્યુસર MXRCI દ્વારા YouTube પર રિલીઝ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ ગીતને 27 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે અને આ સિવાય તેને અત્યાર સુધીમાં 33 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

યૂટ્યુબ પરથી દુર કરાયું SYL ગીત

જો તમે યૂટ્યુબમાં આ ગીત સર્ચ કરશો તો આ ગીત જોવા મળશે નહિ, આ ગીતને જગ્યાએ એક મેસેજ જોવા મળશે. જેમાં લખ્યું કે, સરકારની કાનુની ફરિયાદને લઈ આ કન્ટેન હવે આ દેશના ડોમન પર હાજર નથી. સીધો અર્થ એ છે કે, આ ગીતને ભારત બહારના દેશોમાં લોકો જોઈ શકશે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

તમારી જાણકારી માટે આપને જણાવી એ કે, મૂસેવાલાનું આ ગીતમાં કેટલાક ઉગ્રવાદિયોનો ફોટો જોવા મળે છે, જેમાં બલવિંદર સિંહ જટાના પણ સામેલ છે. બલવિંદર સિંહ જટાનાને ખાલિસ્તાન સમર્થક બબ્બર ખાલસા મેમ્બર કહેવામાં આવે છે. તેણે 23 જૂલાઈ 1990 ચંદીગઢ સ્થિત એસવાઈએલની ઓફિલમાં જઈ ચીફ એન્જિનયર એમએલ સીકર અને સુપ્રીટેન્ડેટ એએસ ઔલખની હત્યા કરી હતી.

હરિયાણાના કલાકારોએ નારાજગી વ્યક્ત કરી હતી

આ ગીતની શરૂઆતમાં જ આમ આદમી પાર્ટીના હરિયાણા પ્રભારી સુશીલ ગુપ્તાનું નિવેદન ચાલતું બતાવવામાં આવ્યું છે, જેમાં તેઓ વર્ષ 2024માં ચૂંટણી જીત્યા બાદ હરિયાણાને SYLનું પાણી આપવાની વાત કરી રહ્યા છે. તેમણે આ ગીતમાં શીખ સમાજના પ્રતીક નિશાન સાહિબને લાલ કિલ્લા પર ફરકાવવા બદલ પણ પ્રશંસા કરી છે.તેમના આ ગીત પર હરિયાણાના કલાકારોએ નારાજગી વ્યક્ત કરી હતી. હરિયાણાના જાણીતા ગાયક કેડીએ કહ્યું હતું કે, સિદ્ધુ મૂસેવાલાના પરિવારના સભ્યો અને તેમની ટીમે આ ગીત રિલીઝ ન કરવું જોઈતું હતું. આવા ગીતો બંને રાજ્યોની ભાવનાને બગાડે છે.

Next Article