સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે લાખોની છેતરપિંડી, અભિનેતાએ ચાહકોને આપી ચેતવણી, શેર કરી પોસ્ટ

|

Jul 04, 2024 | 11:17 AM

સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે લાખોની છેતરપીંડિ થયાના સમાચાર સામે આવ્યા હતા. હવે આ સમગ્ર મામલે એક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે લાખોની છેતરપિંડી, અભિનેતાએ ચાહકોને આપી ચેતવણી, શેર કરી પોસ્ટ
Siddharth Malhotra

Follow us on

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. જે બાદ બધાને આશ્ચર્યમાં છે.સિદ્ધાર્થના પ્રશંસક મીનુ વાસુદેવના જણાવ્યા અનુસાર, તેની સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. તેના કહેવા પ્રમાણે તેને નકલી વાર્તાઓ કહેવામાં આવી હતી અને તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો અને પૈસાની છેતરપિંડી કરવામાં આવી હતી.

હવે સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ચાહકોને આ કૌભાંડ વિશે ચેતવણી આપતી એક નોંધ લખી છે અને કહ્યું છે કે જો તેના નામે કોઈ છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તો કોઈ આવા લોકો પર ધ્યાન ન આપો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શું છે સમગ્ર મામલો ?

મીનુ વાસુદેવે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે પત્ની કિયારા અડવાણીના કારણે સિદ્ધાર્થનો જીવ જોખમમાં છે. હવે આ સમગ્ર મામલે સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમા તેણે કહ્યું સોશિયલ મીડિયા પર કેટલાક લોકો હું હોવાનો ખોટો દેખાડો કરી રહ્યા છે આ સાથે તે મારો પરિવાર અને મારા ચાહકો હોવાનો દાવો કરીને લોકોને પૈસાની છેતરપિંડી કરી રહ્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક પોસ્ટ દ્વારા નોટ શેર કરી છે. આમાં તેણે ફેન્સને એલર્ટ કરતા ઘણી વાતો લખી છે. આવું કોઈની સાથે પણ થઈ શકે છે, તમે આ પોસ્ટથી સાવધાન થઈ શકો છો.

સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રતિક્રિયા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે તે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘મારા તમામ ચાહકો માટે…’ આ કેપ્શન સાથે સિદ્ધાર્થે એક લાંબી પોસ્ટ લખી છે જેમાં તેણે ફેન્સને સતર્ક રહેવા કહ્યું છે.

‘ખોટી અફવાઓ ન ફેલાવો…’

સિદ્ધાર્થે આગળ લખ્યું, ‘હું તમને કહેવા માંગુ છું કે ન તો હું, ન મારા પરિવારના સભ્યો કે ન તો મારો કોઈ સમર્થક સોશિયલ મીડિયા પર આવું કોઈ કામ કરી રહ્યો છે. જો તમારા સંપર્કમાં આવી કોઈ છેતરપિંડી થાય તો તેની ફરિયાદ કરો. ખોટી અફવાઓ ન ફેલાવો. મારા ચાહકો મારી સૌથી મોટી તાકાત છે. તમારો વિશ્વાસ અને તમારી સલામતી મારા માટે પ્રથમ આવે છે. મોટો પ્રેમ અને આલિંગન.

પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના નામે ચાલી રહેલી છેતરપિંડીનો ઈન્કાર કર્યો છે. તેણે ચાહકોને ચેતવણી આપી છે કે તે અથવા તેની ટીમ અથવા તેના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ આવું કંઈ ન કરે. જો કોઈની સાથે આવું થાય તો તે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે.

Next Article