Shriya Saran Birthday : પત્રકારે ‘બોડી શેપ’ વિશે પૂછ્યો આવો સવાલ, એક્ટ્રેસે એવો જવાબ આપ્યો કે પત્રકારની બોલતી બંધ કરી દીધી
Shriya Saran Happy Birthday : આજે સાઉથની સુપરસ્ટાર શ્રીયા સરન તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. એક્ટ્રેસ તેની એક્ટિંગની સાથે-સાથે તેના સંબંધોને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. જો કે, એકવાર અભિનેત્રીએ એક પત્રકારને તેના શરીરના આકાર અંગેના પ્રશ્ન પર જવાબ આપીને બોલતી બંધ કરી હતી

Shriya Saran Birthday : સુંદર અભિનેત્રી શ્રીયા સરન જેણે ટોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ચાહકોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે, તે આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીનો જન્મ 11 સપ્ટેમ્બર 1982ના રોજ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં થયો હતો. શ્રિયા સરને સાઉથની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
તેણે 2001માં તેલુગુ ફિલ્મ ‘ઈષ્તમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, અભિનેત્રીએ વર્ષ 2003 માં ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ તે ‘થોડા તુમ બદલો થોડા હમ’, ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ 2’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી.
View this post on Instagram
(Credit Source : Shiya saran)
શ્રિયા સરને પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને પોતાના દમદાર અભિનયના દમ પર તેણે ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેના ચાહકોમાં પોતાનું એક મોટું નામ બનાવ્યું. આજના સમયમાં શ્રિયા સરનની ફેન ફોલોઈંગ કોઈપણ ટોચની અભિનેત્રી કરતા ઓછી નથી. તે છેલ્લે અજય દેવગણ સાથે હિન્દી બોલિવૂડ ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં જોવા મળી હતી.
શ્રિયા સરને ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે
આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. જો કે, અભિનેત્રી તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફ માટે પણ હેડલાઈન્સમાં રહે છે. આટલું જ નહીં એકવાર શ્રિયા સરને એક પત્રકારને બોડી શેપ અંગેના સવાલ પર તેવી બોલતી બંધ કરી હતી. આટલું જ નહીં, તેના જવાબની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
View this post on Instagram
(Credit Source : Shiya saran)
પત્રકારે શ્રિયા સરનને ‘બોડી શેપ’ અંગે પૂછ્યો આવો સવાલ
વાસ્તવમાં, તેની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન, એક પત્રકારે અભિનેત્રીના શરીરના આકાર વિશે પૂછ્યું હતું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પણ તમે આટલા બધા કલાકારો અને અભિનેત્રીઓ વચ્ચે કેવી રીતે તમારી બોડી મેન્ટેન રાખી શકો છો ? શ્રિયા સરને આ સવાલનો જવાબ એવી રીતે આપ્યો કે પત્રકાર અવાક થઈ ગયો.
શ્રિયા સરને જવાબ આપતાં કહ્યું હતું કે ‘હું તમારા આ સવાલનો જવાબ ત્યારે જ આપીશ જ્યારે તમે આ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક સ્ટારને પૂછશો. આ પછી પત્રકાર કહે છે, ‘હું તમારા વખાણ કરી રહ્યો છું’, જેના પછી અભિનેત્રી કહે છે, ‘આ કેવા વખાણ છે?’ તમે માતા બન્યા પછી પણ સુંદર છો.
શ્રિયા સરને પત્રકાર સાથે બોલવાનું બંધ કરી દીધું હતું
આ પછી પત્રકારે પૂછ્યું, ‘તે પોતાના શરીરને શેપમાં કેવી રીતે રાખે છે, કારણ કે અભિનેત્રીઓ થોડાં સમય પછી શેપલેસ થઈ જાય છે’, જેના જવાબમાં શ્રિયા સરન કહે છે, ‘ના, એક્ટર પણ શેપલેસ થઈ જાય છે, પરંતુ તમારી પાસે તેને પુછવાની હિંમત નથી.
જો અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો તેણે લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ વર્ષ 2018માં તેના રશિયન બોયફ્રેન્ડ આન્દ્રે કોશ્ચેવ સાથે સિક્રેટ લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેણે વર્ષ 2021માં તેની પ્રથમ પુત્રીનું સ્વાગત કર્યું હતું.