Shreya Ghoshal Birthday: આ વ્યક્તિના કારણે શ્રેયા ઘોષાલને બોલિવુડમાં મળ્યું મોટુ નામ, આ રિયાલિટી શોએ બદલી નાખ્યુ નસીબ

Happy Birthday Shreya Ghoshal: જ્યારે દર્શકોએ આ શો પર શ્રેયાનો મધુર અવાજ સાંભળ્યો તો લોકો હેરાન રહી ગયા. આ મધુર અવાજની માલિક શ્રેયાને સોનુ નિગમથી લઈને લતા મંગેશકર સુધીનો પ્રેમ અને આર્શીવાદ મળ્યા.

Shreya Ghoshal Birthday: આ વ્યક્તિના કારણે શ્રેયા ઘોષાલને બોલિવુડમાં મળ્યું મોટુ નામ, આ રિયાલિટી શોએ બદલી નાખ્યુ નસીબ
Shreya Ghoshal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 10:37 AM

શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝનું એક મોટુ નામ છે. તેનો જન્મ 12 માર્ચ 1984ના રોજ થયો હતો. શ્રેયાએ પોતાના કરિયરની (Shreya Ghoshal Bollywood Career) શરૂઆત ઘણી નાની ઉંમરથી કરી હતી. 4 વર્ષની ઉંમરથી સંગીતનું શિક્ષણ લેનારી શ્રેયાએ 6 વર્ષની ઉંમરમાં ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ 16 વર્ષની ઉંમરમાં જ તેમને નેમ અને ફેમ મળ્યું. તેમના સફળ કરિયરનો શ્રેય ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ને પણ જાય છે. શ્રેયાએ પોતાના કરિયરમાં ખુબ મહેનત કરી અને ત્યારબાદ તે કેમેરાની સામે એક ટીવી રિયાલિટી શો કોમ્પિટીશન દ્વારા દર્શકોની સામે આવી.

જ્યારે પ્રથમ વખત લોકોએ શ્રેયા ઘોષાલનો મધુર અવાજ સાંભળ્યો

જ્યારે દર્શકોએ આ શો પર શ્રેયાનો મધુર અવાજ સાંભળ્યો તો લોકો હેરાન રહી ગયા. આ મધુર અવાજની માલિક શ્રેયાને સોનુ નિગમથી લઈને લતા મંગેશકર સુધીનો પ્રેમ અને આર્શીવાદ મળ્યા. આ શોનું નામ ‘સારેગામાપા’ હતું.

સંજય લીલા ભણસાલીની માતાના કારણે કારણે મળી તક

આ દરમિયાન શ્રેયા ઘોષાલને સંજય લીલા ભણસાલીની માતાએ નોટિસ કરી અને સિંગર વિશે પોતાના પુત્રને જણાવ્યું. તે સમયે સંજય લીલા ભણસાલીએ જ્યારે શ્રેયાને સાંભળી તો તે નક્કી કરી ચૂક્યા હતા કે આ છોકરી તેમની ફિલ્મમાં ગીત ગાશે. સંજય લીલા ભણસાલી હવે ફિલ્મ ‘દેવદાસ’ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ્યારે સંજય લીલા ભણસાલી શ્રેયાની પાસે બોલિવુડમાં મોટો બ્રેક આપવા માટે પહોંચ્યા તો શ્રેયાને વિશ્વાસ ના આવ્યો પણ સંજય લીલા ભણસાલીએ આપેલા સંગીતને શ્રેયાએ પોતાનો મધુર અવાજ આપ્યો તો દુનિયા જોતી રહી અને સાંભળતી રહી ગઈ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શ્રેયા ઘોષાલથી ઘણા ઈમ્પ્રેસ હતા સંજય લીલા ભણસાલી

ભણસાલી શ્રેયા ઘોષાલથી ઘણા ઈમ્પ્રેસ હતા કે તેમને એક ન્યુકમર સિંગરને દેવદાસ ફિલ્મના આલ્બમને ગાવાની તક આપી દીધી. આ ફિલ્મ તો સુપરહિટ થઈ અને સાથે જ આ ફિલ્મના ગીતો પણ ખુબ પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ શ્રેયાએ પાછળ ફરીને જોયુ નથી અને તે ઈન્ડસ્ટ્રીઝની સૌથી મોંઘી અને ડિમાન્ડીંગ સિંગર બની ગઈ છે. શ્રેયાએ અત્યાર સુધીમાં ઘણા મોટા મોટા એવોર્ડ જીત્યા છે. શ્રેયા ઘોષાલ થોડા મહિના પહેલા જ માતા બની અને એક દિકરીને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો: અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ટૂ-પીસ બિકિનીમાં પાથર્યો તેની અદાઓનો જાદુ…

આ પણ વાંચો: કેટરીના કૈફ આ ગ્રીન શોર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર મચાવી રહી છે તહેલકો

g clip-path="url(#clip0_868_265)">