કરોડોની છેતરપિંડી કેસને લઈ શિલ્પા શેટ્ટી કુંદ્રાના વકીલનું સત્તાવાર નિવેદન,જાણો શું કહ્યું

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી મોટાભાગે તેના પતિ રાજ કુંદ્રાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં પણ 60 કરોડના છેતરપિંડીના કેસમાં ફસાયેલા છે. તેવા સમાચાર સામે આવ્યા હતા. હવે આ સમગ્ર ઘટનાને લઈ અભિનેત્રીના વકીલે સત્તાવાર નિવેદન આપ્યું છે.

કરોડોની છેતરપિંડી કેસને લઈ શિલ્પા શેટ્ટી કુંદ્રાના વકીલનું સત્તાવાર નિવેદન,જાણો શું કહ્યું
| Updated on: Sep 26, 2025 | 2:55 PM

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અવાર-નવાર કોઈના કોઈ કારણે વિવાદમાં ફસાયેલી રહે છે. તેના પતિ, રાજ કુંદ્રા પહેલાથી જ કરોડના છેતરપિંડીના કેસમાં ફસાયેલા છે. ફરી એક વખત રાજકુંદ્રા અને શિલ્પાની મુશ્કેલીઓ વધી છે.મુંબઈ પોલીસની (EOW) એ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સાથે જોડાયેલા ₹60 કરોડના કથિત છેતરપિંડીના કેસમાં મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજ કુન્દ્રાએ આ રકમમાંથી આશરે ₹15 કરોડ શિલ્પા શેટ્ટીની કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

વકીલનું સત્તાવાર નિવેદન

હવે શિલ્પા શેટ્ટી કુંદ્રાના વકીલનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું અમે સ્પષ્ટતા કરીએ છીએ કે, મીડિયામાં ફરતા અહેવાલો કે મારા ક્લાયન્ટ શિલ્પા શેટ્ટી કુંદ્રાએ લગભગ 10 વર્ષ પહેલાં તેમના પતિ, રાજ કુંદ્રા પાસેથી કથિત રીતે 15 કરોડની લેવડદેવડ કરી હતી. તે સંપૂર્ણપણે ખોટા છે. આ અહેવાલો મારા ક્લાયન્ટને બદનામ કરવાના ઇરાદાથી જાણી જોઈને ફેલાવવામાં આવ્યા છે.અમે આ અહેવાલોના મૂળ સુધી પહોંચીશું અને અમારા ક્લાયન્ટને બદનામ કરતા તમામ મીડિયા સામે ફોજદારી કાર્યવાહી અને નુકસાન માટે દાવો દાખલ કરીશું. મારા ક્લાયન્ટને આવું કોઈ ભંડોળ મળ્યું નથી. આ મામલો કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાથી, અમે હાલમાં વધુ વિગતો જાહેર કરી શકતા નથી.

કડક કાર્યવાહી કરવામાં આવશે

શિલ્પા શેટ્ટી કુંદ્રાને જાણી જોઈને બદનામ કરવામાં આવી છે, જેના કારણે તેમને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આ દુર્ભાવનાપૂર્ણ કૃત્યોથી રક્ષણ મેળવવાની ફરજ પડી છે.અમે હંમેશા તપાસ એજન્સીઓને સહકાર આપ્યો છે અને આપતા રહીશું.જોકે, બદનક્ષીભર્યા લેખો અને સમાચારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે તે મારા ક્લાયન્ટના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. બોમ્બે હાઈકોર્ટમાં આ બદનક્ષીભર્યા અભિયાનમાંથી રાહત મેળવવા માંગે છે.જેમણે ખોટા સમાચાર અને અપ્રમાણિત તથ્યો ઓનલાઈન પ્રકાશિત કર્યા છે તેઓ કોર્ટમાં તેમના કાર્યોના પરિણામોનો સામનો કરશે.

શિલ્પા શેટ્ટી માત્ર બોલિવૂડ અભિનેત્રી જ નહીં પણ એક સફળ બિઝનેસવુમન પણ છે. તેના રેસ્ટોરન્ટ, ફેશન, ફિટનેસ એપ, રોકાણો અને કરોડોની નેટવર્થ છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, શિલ્પા શેટ્ટીની કુલ સંપત્તિ 134 કરોડ રૂપિયા છે.

Shilpa Shetty Family tree : માતાથી લઈ પતિ સુધી પરિવાર આવી ચૂક્યો છે વિવાદોમાં, પતિના ઘરે EDના દરોડા અહી ક્લિક કરો