શાહરૂખ ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ને લઈને સતત ચર્ચામાં છે. એક્ટર પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન તેને પ્રમોશનનો એક અનોખો રસ્તો પણ શોધી કાઢ્યો છે. વાસ્તવમાં ટ્વિટર પર શાહરૂખ ખાને પોતાના ફેન્સ માટે એક મજેદાર ગેમ રાખી છે. આમાં શાહરૂખ આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન તેના તમામ ફેન્સના સવાલોના જવાબ આપી રહ્યો છે. આવામાં, ફેન્સ પણ તેમની સામે તેમના અજબગજબ સવાલો કરી રહ્યા છે.
એક ફેને કિંગ ખાનની પહેલી ગર્લફ્રેન્ડનું નામ પૂછ્યું. તો ચાલો જાણીએ શાહરૂખ ખાને શું જવાબ આપ્યો. પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શાહરૂખ ખાન તેના ફેન્સના તમામ સવાલોના જવાબ આપતો જોવા મળે છે. આ દરમિયાન એક ફેને પૂછ્યું કે તમારી પહેલી ગર્લફ્રેન્ડનું નામ શું છે? જેના જવાબમાં એક્ટરે તેની વાઈફ ગૌરી ખાનનું નામ લીધું. શાહરૂખે ટ્વીટનો રિપ્લાય આપતા લખ્યું કે ‘My Wife Gauri’. શાહરૂખના આ જવાબે ફેન્સનું દિલ જીતી લીધું છે.
My wife Gauri https://t.co/PyOqFUf7zz
— Shah Rukh Khan (@iamsrk) January 12, 2023
વાત કરીએ તો શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી એક ફેયરીટેઈલ છે. કપલની પહેલી મુલાકાત તેમના યુવાવસ્થામાં થઈ હતી. ત્યારબાદ ઘણા સંઘર્ષ પછી, બંનેએ વર્ષ 1991માં લગ્ન કર્યા. પરંતુ તે સમયે શાહરૂખ એટલો ફેમસ ન હતો જેટલો તે આજે છે. પરંતુ ગૌરીના પ્રેમ અને સપોર્ટથી તેને આજે આ મુકામ હાંસલ કર્યો છે. આ કપલને ત્રણ બાળકો છે, જેમના નામ આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન છે.
આ પણ વાંચો : રવિના ટંડને તેના પતિને કેમ માર્યો? જવાબ સાંભળીને ફેન્સ નહીં રોકી શકે હસવાનું, જુઓ Funny Viral Video
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન તેની અપકમિંગ ફિલ્મ પઠાનના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મ આ મહિને 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે. એડવાન્સ બુકિંગના મામલે આ ફિલ્મે જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે 4 વર્ષ પછી શાહરૂખ ખાનનું આ કમબેક કેટલું નસીબદાર સાબિત થાય છે.