AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drugs Case : મન્નત પહોંચેલી NCBની ટીમને શાહરુખે કહ્યુ કે તમે સારુ કામ કરી રહ્યા છો

20 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધા બાદ તેમના વકીલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે એટલે કે ગુરુવારે, આર્યનની જામીન અરજી મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી

Aryan Khan Drugs Case : મન્નત પહોંચેલી NCBની ટીમને શાહરુખે કહ્યુ કે તમે સારુ કામ કરી રહ્યા છો
Shahrukh Khan said to NCB officers that they are doing good job
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:30 AM
Share

ડ્રગ્સ કેસ અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) ગળાનો ફાંસ બનતો જઇ રહ્યો છે. શાહરુખનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) 3 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે. દરમિયાન, 21 ઓક્ટોબર એટલે કે ગઈકાલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ બાંદ્રામાં શાહરૂખ ખાનના ઘર મન્નત પહોંચ્યા હતા. દરમિયાન, હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે NCB ની ટીમ શાહરુખ ખાનના ઘરે મન્નત પહોંચી ત્યારે અભિનેતાએ તેના કામની પ્રશંસા કરી હતી.

શાહરુખે એનસીબીના અધિકારીઓને કહ્યું કે તમે લોકો સારુ કામ કરી રહ્યા છો. જો કે, તેણે તેમને સાથે એમ પણ કહ્યું કે મને આશા છે કે મારો દીકરો જલ્દીથી બહાર આવશે. NCB ની ટીમે ગઈકાલે એટલે કે ગુરુવારે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા બાદ શાહરુખ ખાનના ઘરે પહોંચી હતી. અગાઉ એવું બહાર આવ્યું હતું કે NCB ની ટીમ શાહરૂખના ઘરે દરોડા પાડવા પહોંચી છે, પરંતુ પાછળથી એવા અહેવાલો આવ્યા હતા કે હકીકતમાં એનસીબી શાહરૂખને નોટિસ આપવા ગઈ હતી.

એનસીબીના અધિકારીઓ દ્વારા શાહરૂખ ખાનને આપવામાં આવેલી નોટિસમાં લખવામાં આવ્યું હતું કે જો તેમના પુત્ર આર્યન ખાન પાસે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે, તો તેના પરિવારે તેને એનસીબીને સોંપવું પડશે. અત્યાર સુધીના અહેવાલ મુજબ એનસીબી અધિકારી વીવી સિંહ તેમની ટીમ સાથે શાહરૂખના ઘરે નોટિસ આપવા પહોંચ્યા હતા. અહીં તેણે શાહરુખ સાથે કેટલીક કાગળની કાર્યવાહી પૂરી કરી, ત્યારબાદ શાહરૂખે તેના કામની પ્રશંસા કરી.

તમને જણાવી દઈએ કે 20 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધા બાદ તેમના વકીલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે એટલે કે ગુરુવારે, આર્યનની જામીન અરજી મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી 26 ઓક્ટોબરે થશે. દરમિયાન, સેશન્સ કોર્ટે આર્યન ખાનની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.

અત્યારે આર્યન ખાનને જેલમાંથી મુક્ત થવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. શાહરૂખ અને ગૌરી આર્યન ખાનને છાડાવવામાં લાગેલા છે. શાહરૂખ અને ગૌરીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી પુત્ર ઘરે પરત નહીં આવે ત્યાં સુધી તેમનો પરિવાર કોઈ તહેવાર ઉજવશે નહીં. શાહરુખ અને ગૌરી માટે તે ખૂબ જ મુશ્કેલ સમય છે અને આ મુશ્કેલ સમયમાં તેમને તેમના બોલીવુડ મિત્રોનો ઘણો સહયોગ મળી રહ્યો છે.

આ પણ વાંચો –

Histroy of the Day: આજના દિવસે જ દેશને મળ્યો હતો ભાખરા-નાંગલ પ્રોજેકટ, જાણો ઇતિહાસના પાને નોંધાયેલી 22 ઓકટોબરની મહત્વની ઘટનાઓ

આ પણ વાંચો –

IPL 2022: શાહરુખ-જૂહી અને પ્રિતી ઝિંટા ને મળશે ટક્કર, આઇપીએલ ટીમ ખરીદવા જઇ રહ્યુ છે બોલીવુડનુ આ સ્ટાર કપલ

g clip-path="url(#clip0_868_265)">