15 વર્ષ પછી… બોલિવુડની ‘બેબો’ અને બોલિવુડનો ‘બાદશાહ’ એકસાથે, સાઉથ આફ્રિકામાં શૂટ થશે વર્ષ 2026નું સૌથી મોટું ગીત

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'King' ને લઈને એક મોટો ખુલાસો થયો છે. ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં હવે બોલિવુડ ક્વીન કરીના કપૂર ખાનની એન્ટ્રી થવા જઈ રહી છે. આશરે 15 વર્ષ પછી શાહરૂખ અને કરીનાની જોડી સ્ક્રીન પર સાથે ધમાલ મચાવતી જોવા મળશે.

15 વર્ષ પછી... બોલિવુડની બેબો અને બોલિવુડનો બાદશાહ એકસાથે, સાઉથ આફ્રિકામાં શૂટ થશે વર્ષ 2026નું સૌથી મોટું ગીત
| Updated on: Oct 06, 2026 | 3:23 PM

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ King માં ઘણા મોટા સ્ટાર્સ છે, જે આ વર્ષે ક્રિસમસના અવસરે દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. આ લિસ્ટમાં હવે Kareena Kapoor નું નામ પણ જોડાતું દેખાઈ રહ્યું છે.

‘ડેડી કૂલ’ માં જોવા મળશે

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કરીના કપૂર ખાને લગભગ 15 વર્ષ પછી શાહરૂખ ખાન સાથે હાથ મિલાવ્યો છે. તે શાહરૂખ ખાનની કિંગમાં એક સ્પેશિયલ ડાન્સ નંબર ‘ડેડી કૂલ’ માં જોવા મળશે, જેને મેકર્સ ખૂબ મોટાપાયે શૂટ કરશે. મેકર્સે આ નિર્ણય ફિલ્મ કિંગનું સ્તર વધારવા માટે લીધો છે. ઇનસાઇડર્સ જણાવી રહ્યા છે કે, આ ગીત ફિલ્મ કિંગની હાઇલાઇટ હશે.

સાઉથ આફ્રિકામાં ‘Shooting’

રિપોર્ટમાં જણાવાયું છે કે, શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાન આ જ મહિને ‘ડેડી કૂલ’ ગીતનું શૂટિંગ સાઉથ આફ્રિકામાં કરશે. મેકર્સે કરીના પાસે 5 દિવસનો સમય માંગ્યો છે, જેથી તેઓ ગીતને યોગ્ય રીતે શૂટ કરી શકે. કરીના પણ આ સમય આપવા માટે તૈયાર થઈ ગઈ છે, જે બાદ મેકર્સ ગીતના શૂટિંગની તૈયારીઓમાં લાગી ગયા છે.

મેકર્સ પ્રયાસ કરશે કે, ‘ડેડી કૂલ’ ગીતમાં કરીના-શાહરૂખનો Never Seen Before (પહેલાં ક્યારેય ન જોયેલો) અવતાર દર્શકોની સામે આવે. આ બંનેએ ઘણી મોટી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પરંતુ ‘ડેડી કૂલ’ ગીત તે તમામથી અલગ હોવાનું છે.

વર્ષ 2026નું સૌથી મોટું ગીત

ફિલ્મ કિંગના બિગ બજેટ સોંગ ‘ડેડી કૂલ’ ને કંપોઝર જોડી સચિન-જીગરે બનાવ્યું છે, જેમાં ભારતની સાથે-સાથે કેટલાક વિદેશી આર્ટિસ્ટ પણ જોવા મળશે.

ફિલ્મના મેકર્સ સતત પ્રયાસ કરી રહ્યા છે કે, ગીતમાં યોગદાન આપનારા વિદેશી આર્ટિસ્ટની માહિતી છુપાવીને રાખવામાં આવે. આ ગીત વર્ષ 2026 ની બિગેસ્ટ મ્યુઝિકલ હાઇલાઇટ બની શકે છે.

જણાવી દઈએ કે, ફિલ્મ કિંગમાં શાહરૂખ ખાનની સાથે-સાથે સુહાના ખાન અને અભિષેક બચ્ચન જેવા કલાકારો પણ દેખાશે. એક રીતે ‘કિંગ’ એ Suhana Khan ની લોન્ચિંગ મૂવી છે, જેમાં શાહરૂખ ખાન પોતે હશે.

બોલિવૂડના ‘શહેનશાહ’ જોતાં રહી ગયા ! KBC 18ના મંચ પર Big Bને મળ્યું ‘અનોખું ગિફ્ટ’, દર્શકો પણ ઝૂમી ઉઠ્યા

Follow Us
Loading...
Unable to load recommendations.