SRKના Jawan એ રિલીઝ પહેલા જ કરી બમ્પર કમાણી, 250 કરોડમાં વેચાયા રાઈટ્સ

|

Sep 25, 2022 | 8:17 PM

હાલમાં જ શાહરૂખ ખાનની (Shah Rukh Khan) અપકમિંગ ફિલ્મ જવાનને (Jawan) લઈને જોરદાર ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે રિલીઝ પહેલા જ તેના ઓટીટી રાઈટ્સ મોટી કિંમતમાં વેચાઈ ચૂક્યા છે.

SRKના Jawan એ રિલીઝ પહેલા જ કરી બમ્પર કમાણી, 250 કરોડમાં વેચાયા રાઈટ્સ
Shahrukh Khan look in jawan

Follow us on

શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં પોતાના અપકમિંગ જબરદસ્ત કમબેકને લઈને બિઝી છે. આ ફિલ્મોને લઈને તેના ફેન્સ એક્સાઈટેડ છે. તેની અપકમિંગ ફિલ્મ જવાન (Jawan) હાલમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ કમબેક ફિલ્મો સાથે કિંગ ખાન પાંચ વર્ષ પછી કોઈ ફિલ્મમાં મેઈન લીડ રોલમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા શાહરૂખની ફિલ્મ જવાન પહેલા તેની ફિલ્મ પઠાન ઘણી ચર્ચામાં રહી હતી. જે બાદ હવે જવાન વિશે સારા સમાચાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખની અપકમિંગ ફિલ્મ જવાન રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે જાણીએ આનું કારણ શું છે તે જાણો.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂન મહિનામાં શાહરૂખ ખાને એક વીડિયો શેયર કરીને પોતાની ફિલ્મ જવાનની જાહેરાત કરી હતી. જેમાં ફિલ્મના પોસ્ટરમાં શાહરૂખનો લુક જોઈને તેના ફેન્સ એક્સાઈટેડ છે. ફિલ્મના વિઝ્યુઅલ, મ્યુઝિક અને એક્ટરના લુકે ફેન્સને પહેલી નજરમાં જ ક્રેઝી બનાવી દીધા હતા. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે યુટ્યુબ પર તેના જાહેરાતના વીડિયો પર જ 29 મિલિયન વ્યૂઝ આવી ચૂક્યા છે.

એટલું જ નહીં લોકોના આ ક્રેઝની ફિલ્મ પર સારી અસર જોવા મળી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની રિલીઝ પહેલા જ શાહરૂખની અપકમિંગ ફિલ્મ જવાને બજેટ કરતા વધુ કમાણી કરી લીધી છે. સાઉથ સિનેમામાં મોટી હિટ ફિલ્મો આપનાર દિગ્દર્શક એટલી સાથે શાહરૂખના કોલેબ્રેશનને લઈને લોકોમાં એવો ક્રેઝ છે કે ‘જવાન’ના રાઈટ્સ માટે જોરદાર સ્પર્ધા થઈ હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

બજેટ કરતાં વધી ગઈ છે અત્યાર સુધીની કમાણી

થોડા દિવસો પહેલા આવેલા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે નેટફ્લિક્સે શાહરૂખની ફેમસ ફિલ્મ જવાનના ઓટીટી રાઈટ્સ ખરીદી લીધા છે. સાથે જ તેની કિંમતનો ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે નેટફ્લિક્સે ફિલ્મના ઓટીટી રાઈટ્સ માટે 120 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જે બાદ હવે લેટેસ્ટ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જવાનના સેટેલાઈટ રાઈટ્સ પણ વેચી દેવામાં આવ્યા છે, જેને ઝી ટીવીએ ખરીદ્યા છે. હવે જવાન આ બંનેની સંપૂર્ણ કિંમતને જોડીને ફિલ્મના બજેટ કરતાં પણ વધુ કમાણી કરી ચૂક્યો છે. અત્યાર સુધી આ ફિલ્મે બંનેના રાઈટ્સ સામેલ કરીને 250 કરોડની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે જવાનનું બજેટ 180 કરોડ છે.

Next Article