Seema Khan Net Worth: સીમા ખાન કમાણીના બાબતમાં સોહેલ ખાનથી પાછળ નથી, પોતાનો ફેશન સ્ટોર ચલાવે છે

|

May 13, 2022 | 6:20 PM

સોહેલ ખાન અને સીમા ખાન લગ્નના 24 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે. અભિનેતા-નિર્માતાની પહેલી મુલાકાત 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના શૂટિંગ દરમિયાન દિલ્હી સ્થિત સીમા (Seema Khan) સાથે થઈ હતી.

Seema Khan Net Worth: સીમા ખાન કમાણીના બાબતમાં સોહેલ ખાનથી પાછળ નથી, પોતાનો ફેશન સ્ટોર ચલાવે છે
Sohail Khan With Seema Khan

Follow us on

Seema Khan Net Worth: બોલિવૂડના ફેમસ કપલ સોહેલ ખાન (Sohail Khan) અને સીમા ખાને (Seema Khan) લગ્નના 24 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. આજે સોહેલ અને સીમાએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે અરજી (Divorce Petition Filed) કરી છે. સોહેલ અને સીમાના અલગ થવાના સમાચાર જાણીને ચાહકો ચોંકી ગયા છે. તેમના છૂટાછેડાના સમાચાર જાણીને કોઈ વિશ્વાસ કરી શકશે નહીં. અરબાઝ અને મલાઈકા બાદ હવે સોહેલ અને સીમા પણ અલગ થવા જઈ રહ્યા છે. સોહેલની પત્ની સીમા ખાન લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ પ્રોપર્ટીના બાબતમાં તે સોહેલને ટક્કર આપે છે. સીમા ખાન આજે કરોડોની સંપત્તિની માલિક છે.

સીમા ખાન આજે કરોડોની સંપત્તિની માલિક છે. તેણીનું પોતાનું ફેશન લેબલ પણ છે. સીમા તેના મિત્રો સુઝેન ખાન અને માહિપ કપૂર સાથે એક ફેશન સ્ટોર ચલાવે છે. તેના ફેશન સ્ટોરનું નામ બાંદ્રા 190 છે. અભિનેતા-નિર્માતાની પહેલી મુલાકાત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ના શૂટિંગ દરમિયાન દિલ્હી સ્થિત સીમા સાથે થઈ હતી. તે સમયે, સીમા મુંબઈમાં રહેતી હતી અને ફેશન ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવી રહી હતી.

સોહેલ ખાનની નેટવર્થ

સોહેલ ખાને આ સમયે ફિલ્મી દુનિયાથી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ તેમ છતાં તે કરોડોની સંપત્તિનો માલિક છે. રિપોર્ટ્સ મુજબ, સોહેલ ખાન 109 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. સોહેલ આ કમાણી તેના બિઝનેસમાંથી મેળવે છે. સોહેલનો ફિટનેસ ઈક્વિપમેન્ટનો બિઝનેસ છે જેનું નામ ‘બીઈંગ ફિટ જિમ ઈક્વિપમેન્ટ’ છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

તમને જણાવી દઈએ કે સોહેલ ખાન અને સીમા ખાને આજે ડિવોર્સ માટે અરજી કરી છે. બંને લાંબા સમયથી અલગ રહે છે. બંને વર્ષ 1998માં લગ્નના બંધનમાં બંધાયા હતા. સોહેલ અને સીમાને બે બાળકો છે, નિર્વાણ અને યોહાન. શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં બતાવવામાં આવ્યું હતું કે સોહેલ અને સીમા અલગ રહે છે અને બાળકો બંને સાથે રહે છે.

સોહેલ-સીમાએ ભાગીને લગ્ન કર્યા હતા

સોહેલ અને સીમાએ 1998માં ભાગીને લગ્ન કર્યા હતા. સીમા મૂળ દિલ્હીની છે અને ફેશન ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગઈ હતી. આ દરમિયાન સીમા અને સોહેલની પહેલી મુલાકાત થઈ હતી. સોહેલના કહેવા પ્રમાણે તેને સીમા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. ટૂંક સમયમાં જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ કપલ લગ્ન કરવા માંગતું હતું, પરંતુ સીમાનો પરિવાર આ લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતો. સોહેલ અને સીમા બંને ઘરેથી ભાગી ગયા હતા અને નજીકના મિત્રો અને પોતપોતાના સંબંધીઓની હાજરીમાં સિક્રેટ રીતે લગ્ન કરી લીધા હતા.

Next Article