કરણ જોહરની બે ફિલ્મોમાં જોવા મળશે સારા અલી ખાન, અનન્યા પાંડે વિશે પણ કર્યો ખુલાસો

|

Aug 13, 2022 | 8:38 PM

એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવા જઈ રહી છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન કરણ જોહરે (Karan Johar) આ સમાચારની પુષ્ટિ કરી છે.

કરણ જોહરની બે ફિલ્મોમાં જોવા મળશે સારા અલી ખાન, અનન્યા પાંડે વિશે પણ કર્યો ખુલાસો
KARAN-AND-SARA

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં સારા અલી ખાન કોફી વિથ કરણ બાદ ચર્ચામાં આવી હતી. આ ચેટ શોમાં આવેલી સારા અલી ખાને કહ્યું હતું કે તે વિજય દેવરકોંડાને ડેટ કરવા માંગે છે. જે બાદ સારા અલી ખાન ખૂબ જ ટ્રેન્ડમાં રહી હતી. હવે આ દરમિયાન સારા અલી ખાન સાથે સંબંધિત વધુ એક અપડેટ આવી રહ્યું છે. સારા અલી ખાન ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવા જઈ રહી છે. આ સમાચારની કરણ જોહરે (Karan Johar) પુષ્ટિ કરી છે.

ધર્મા પ્રોડક્શન સાથે કામ કરશે સારા

સારા અલી ખાન જલ્દી જ ધર્મા પ્રોડક્શન સાથે જોડાશે. આ વાતની પુષ્ટિ નિર્માતા કરણ જોહરે કરી છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન કરણ જોહરે કહ્યું કે એ વાત સાચી છે કે સારા અલી ખાન તેની સાથે બે ફિલ્મોમાં કામ કરી રહી છે. સારા અલી ખાન એક શાનદાર ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મો હું જાતે જ પ્રોડ્યુસ કરી રહ્યો છું. આ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. સારા અલી ખાન અને કરણ જોહર બંને આ ફિલ્મોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અનન્યા પાંડે વિશે કરણે કહ્યું કે તે કોઈને ડેટ કરવાની છે, પરંતુ તે નથી જાણતો કે તે કોણ છે.

આ ફિલ્મોમાં કામ કરશે સારા અલી ખાન

મીડિયા રિપોર્ટ્સ મુજબ સારા અલી ખાન 1942ના ભારત છોડો આંદોલન પર આધારિત ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન કન્નન અય્યર કરી રહ્યા છે અને સારા અલી ખાન તેમાં લીડ રોલ કરી રહી છે. આ સિવાય સારા અલી ખાને લક્ષ્મણ ઉટેકરની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. સારા અલી ખાન વિક્રાંત મેસી સાથે ગેસલાઇટમાં પણ જોવા મળશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વિજય દેવરાકોંડાને ડેટ કરવા માંગે છે સારા

કોફી વિથ કરણમાં સારા અલી ખાન તેની મિત્ર અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાથે સામેલ થઈ હતી. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કોને ડેટ કરવા માંગે છે? તેના જવાબમાં સારા અલી ખાને વિજય દેવરકોંડાનું નામ લીધું હતું. જે બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ હતી.

Next Article