AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor ને ‘મા’ કેમ નથી કહેતી Sara Ali Khan? બંનેના સંબંધો પર થયો ‘મોટો ખુલાસો’

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના બિન્દાસ અંદાજ અને પરિવાર સાથેના ખાસ સંબંધો માટે જાણીતી છે. તેના જન્મદિવસના ખાસ પ્રસંગે તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. સારા અલી ખાન પોતાની સાવકી માતા કરીના કપૂર ખાનને કયા નામે બોલાવે છે અને બંને વચ્ચે કેવો સંબંધ છે, તે અંગે સારાએ ખુલીને વાત કરી છે.

Kareena Kapoor ને 'મા' કેમ નથી કહેતી Sara Ali Khan? બંનેના સંબંધો પર થયો 'મોટો ખુલાસો'
| Updated on: Aug 12, 2026 | 5:27 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) આજે એટલે કે 12 August ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે ફેન્સ અને સેલેબ્સ તેને સતત શુભેચ્છાઓ આપી રહ્યા છે. સારા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના બિન્દાસ અને ચુલબુલા અંદાજ માટે પણ જાણીતી છે.

સારા તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો પણ અવારનવાર ચર્ચામાં રહે છે. ખાસ કરીને પોતાના પરિવાર સાથે સારાનો સંબંધ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. એવામાં જન્મદિવસના પ્રસંગે તેની જિંદગી સાથે જોડાયેલી એક ખાસ વાત સામે આવી છે, જેને જાણ્યા પછી કદાચ તમે પણ હેરાન થઈ જશો.

સારા અલી ખાને કહી આ વાત

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને Femina ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે કરીનાને કયા નામે બોલાવે છે. સારાએ કહ્યું કે, તે કરીનાને પોતાની દોસ્ત માને છે પરંતુ તેનાથી પણ વધુ તે તેના પિતાની પત્ની છે. તે કરીનાનો આદર કરે છે અને એ વાતને સમજે છે કે, કરીના તેના પિતાને ખુશ રાખે છે. બંને એક જ પ્રોફેશન સાથે જોડાયેલી છે, તેથી તેમની વચ્ચે ફિલ્મો અને કામને લઈને પણ વાતચીત થતી રહે છે.

સારા પહેલાં જણાવી ચૂકી છે કે, સૈફ અને કરીનાના લગ્ન દરમિયાન તેની માતા અમૃતા સિંહે જ તેને તૈયાર કરી હતી. સારાના જણાવ્યા મુજબ, તેના માટે ક્યારેય આ સંબંધ અજીબ નથી રહ્યો. તેણે કહ્યું કે, તેના પરિવારમાં સંબંધોને લઈને હંમેશાં બાબતો સ્પષ્ટ રહી છે અને તેમને ક્યારેય કોઈ પ્રકારનું કન્ફ્યુઝન નથી થયું.

સારા અલી ખાને જણાવ્યું કે, કરીનાએ પોતે તેને કહ્યું હતું કે તેની માતા ખૂબ જ સારી છે અને તે ઈચ્છે છે કે બંને વચ્ચે મિત્રતાનો સંબંધ રહે. સૈફે પણ ક્યારેય કરીનાને સારાની બીજી માતા બતાવીને સ્થિતિને અસહજ નથી બનાવી. સારાના જણાવ્યા મુજબ, દરેક વ્યક્તિની પસંદ અને સંબંધોનો આદર કરવો જરૂરી છે.

સારા કરીનાને શું કહીને બોલાવે છે?

સારાએ મજાકમાં એ પણ જણાવ્યું હતું કે, જો તે કરીનાને ‘છોટી મા’ કહેશે તો કરીના કદાચ પરેશાન થઈ જશે. તેણે કહ્યું કે, એક સમયે તેને સમજાતું નહોતું કે કરીનાને શું કહીને બોલાવવી. તે ક્યારેક કરીના તો ક્યારેક ‘આંટી’ કહેવા વિશે વિચારતી હતી. એવામાં સૈફે તેને સમજાવ્યું કે, કરીનાને આંટી કહેવું યોગ્ય નહીં રહે. હવે સારા તેને પ્રેમથી ‘કે’ (K) અથવા ‘કરીના’ કહીને બોલાવે છે.

જણાવી દઈએ કે, કરીના કપૂર પણ ઘણી વખત સારા અને ઈબ્રાહિમ સાથેના પોતાના સંબંધો પર વાત કરી ચૂકી છે. કરીનાએ કહ્યું હતું કે, તે સારા અને ઈબ્રાહિમની માતા ન બની શકે, કારણ કે તેમની માતા અમૃતા સિંહે બંનેનો ખૂબ જ સારો ઉછેર કર્યો છે. કરીનાએ કહ્યું કે, તે બંનેની દોસ્ત બનીને રહેવા માગે છે અને જ્યારે પણ તેમને તેની જરૂર પડશે અથવા તેઓ તેની પાસે સલાહ માંગશે, તે હંમેશાં તેમની સાથે ઊભી રહેશે.

“હું જ ખતરો છું…” સૈફ અલી ખાન પાછળ પડ્યો ‘સાયકો વિલન’, ‘Haiwaan’ ના ટીઝરે હોશ ઉડાવી દીધા

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">