AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“હું જ ખતરો છું…” સૈફ અલી ખાન પાછળ પડ્યો ‘સાયકો વિલન’, ‘Haiwaan’ ના ટીઝરે હોશ ઉડાવી દીધા

બોલિવૂડની ધમાકેદાર જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. લાંબા સમયની રાહ જોયા બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ 'હેવાન' (Haiwaan) નું ધામધૂમથી ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મથી બંને કલાકારો લગભગ 18 વર્ષ પછી સાથે વાપસી કરી રહ્યા છે.

હું જ ખતરો છું... સૈફ અલી ખાન પાછળ પડ્યો 'સાયકો વિલન', 'Haiwaan' ના ટીઝરે હોશ ઉડાવી દીધા
| Updated on: Aug 12, 2026 | 3:41 PM
Share

લાંબા સમયથી અક્ષય કુમાર (Akshay Kumar) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) ની ફિલ્મ હેવાનનું નામ ચર્ચામાં રહેલું છે. મેકર્સ તરફથી એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે, 12 ઓગસ્ટ એટલે કે આજે હેવાનનું ટીઝર રિલીઝ કરવામાં આવશે.

બસ આના આધારે નક્કી કરેલા સમય મુજબ સાયકોલોજીકલ થ્રિલર હેવાનનું પહેલું ટીઝર (Haiwaan Teaser) સામે આવી ગયું છે. થ્રિલ અને સસ્પેન્સથી ભરપૂર આ ટીઝરને જોઈને તમારી પણ એક્સાઈટમેન્ટ હાઈ થઈ જશે.

સામે આવ્યું Haiwaan નું ટીઝર

અગાઉ નિર્દેશક પ્રિયદર્શન દ્વારા ફિલ્મ હેવાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. હવે આ મુવીનું લેટેસ્ટ ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જે અક્ષયે પોતાના ઓફિશિયલ એક્સ (X) હેન્ડલ પર શેર કર્યું છે. આમાં લખ્યું છે કે, ‘તે ખતરાને સાંભળે છે, હું જ ખતરો છું. હવે જીત કોની થશે, હીરો કે હેવાન?’

ટીઝરમાં તમને સૈફ અલી ખાન એક દ્રષ્ટિહીન વ્યક્તિના કિરદારમાં જોવા મળી રહ્યો છે, જ્યારે અક્ષય વિલનના રોલમાં પડછાયાની જેમ તેનો પીછો કરતો જોવા મળી રહ્યો છે. કુલ મળીને કહેવામાં આવે તો, Haiwaan નું આ ટીઝર ઘણા સવાલો ઊભા કરી રહ્યું છે અને દર્શકોને વિચારવા પર મજબૂર કરી રહ્યું છે. જો કે, આ સવાલોના જવાબ તો તમને Haiwaan ની રિલીઝની સાથે મળશે.

ખાસ વાત એ છે કે, Haiwaan દ્વારા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લગભગ 18 વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. છેલ્લી વાર આ બંને કલાકારો ફિલ્મ ટશનમાં જોવા મળ્યા હતા. અક્કી અને સૈફની અપકમિંગ ફિલ્મ Haiwaan ને આવતા મહિને 11 સપ્ટેમ્બર 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

ઓપ્પમની રીમેક છે ‘Haiwaan’

ફિલ્મ Haiwaan પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી સાઉથ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ ઓપ્પમની સત્તાવાર રીમેક છે. આમાં મોહનલાલ સિવાય અભિનેતા પી. સમુથિરાકાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મ વર્ષ 2016 માં રિલીઝ થઈ હતી અને હવે Haiwaan ના રૂપમાં તેની રીમેક આવી રહી છે.

મુંબઈથી દુર અભિનેતા બનાવી રહ્યો છે કરોડો રુપિયાનું ફાર્મહાઉસ, જુઓ ફોટો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">