સામંથા રૂથ પ્રભુને થઈ આ ગંભીર બીમારી, શૂટિંગમાંથી બ્રેક લઈ સારવાર માટે ગઈ વિદેશ

|

Sep 20, 2022 | 5:10 PM

હાલમાં સામંથા (Samantha Ruth Prabhu) ફિલ્મ ખુશીનું શૂટિંગ કરી રહી હતી. પરંતુ હવે તેણે શૂટિંગ બંધ કરી દીધું છે. આ ફિલ્મમાં સામંથા સાથે વિજય દેવરકોંડા પણ જોવા મળશે અને તે સારવાર માટે યુએસએ ગઈ છે.

સામંથા રૂથ પ્રભુને થઈ આ ગંભીર બીમારી, શૂટિંગમાંથી બ્રેક લઈ સારવાર માટે ગઈ વિદેશ
samantha ruth prabhu

Follow us on

સામંથાના (Samantha Ruth Prabhu) ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. એક ન્યૂઝ પોર્ટલ મુજબ સામંથા ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. સામંથા રૂથ પ્રભુ હવે માત્ર સાઉથની સુપરસ્ટાર નથી રહી, હવે આ સુંદર એક્ટ્રેસ સમગ્ર ઈન્ડિયાની સુપરસ્ટાર બની ગઈ છે. ફેમિલી મેન 2માં તેનું પાત્ર ફેન્સને પસંદ આવ્યું હતું. ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં તેનું ગીત આજે પણ લોકોને યાદ છે. હાલમાં સામંથા ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. પરંતુ તેની બિમારીના કારણે સામંથાએ શૂટિંગમાંથી બ્રેક લીધો છે અને તે સારવાર માટે યુએસએ ગઈ છે. આ ફિલ્મમાં સામંથા સાથે વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) જોવા મળશે. આ શૂટિંગનું શિડ્યુલ હવે પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે.

કામમાંથી લીધો બ્રેક

એવું કહેવામાં આવી રહ્યું છે કે સામંથા સ્કિન સંબંધિત બીમારીથી હેરાન છે. આ બિમારીને ‘પોલિમોર્ફ્સ લાઇટ ઈરપ્શન’ કહે છે. આ બિમારી, જે સૂર્યપ્રકાશના સ્કિન સાથે સીધા સંપર્કને કારણે થાય છે. આ કારણે સામંથા કોઈપણ પબ્લિક ઈવેન્ટમાં હાજરી આપી રહી નથી. એક્ટ્રેસે હાલમાં યોજાયેલા એવોર્ડ ફંક્શનમાં હાજર રહી નથી. ડોક્ટરની સલાહ પર એક્ટ્રેસે હાલ પૂરતો પોતાના કામમાંથી બ્રેક લીધો છે.

વિજય દેવરકોંડા સાથે ચાલી રહ્યું હતું શૂટિંગ

તમને જણાવી દઈએ કે હાલમાં સામંથા ફિલ્મ ખુશીનું શૂટિંગ કરી રહી હતી. પરંતુ હવે તેણે શૂટિંગ બંધ કરી દીધું છે. આ ફિલ્મમાં સામંથા સાથે વિજય દેવરાકોંડા જોવા મળશે. આ શૂટિંગનું શિડ્યુલ હવે પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જાણો શું છે આ બીમારી

પોલીમોર્ફ્સ લાઈટ ઈરપ્શન એ એક રેયર બિમારી છે. સામંથા પહેલા સલમાન ખાન અને ઈરફાન ખાન પણ આ બીમારીનો શિકાર બની ચૂક્યા છે. સામાન્ય રીતે જે લોકોને સૂર્યપ્રકાશમાં રહેવાની આદત નથી, તેથી તેઓ જ્યારે સૂર્યના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેમને ખંજવાળ આવવા લાગે છે. આ ખંજવાળને કારણે સ્કિન પર ડાઘ થવા લાગે છે. ડાઘની સાથે વ્યક્તિને દુખાવો પણ થાય છે. સલમાન ખાને પણ અમેરિકા જઈને પોતાની બીમારીની સારવાર કરાવી હતી.

આ ફિલ્મમાં મળશે જોવા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા આયુષ્માન ખુરાના સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે વેમ્પાયરનો રોલ કરી રહી છે. આ સિવાય તે એક ફિલ્મમાં રાજકુમારીની ભૂમિકામાં પણ જોવા મળશે.

Next Article