‘સલમાન ખાનનો જીવ જોખમમાં’, સલમાન ખાનની સિક્યોરિટીમાં સૌથી મોટી ચેલેન્જ શું છે

|

Oct 15, 2024 | 11:45 AM

બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સિક્યોરીટી વધારી દેવામાં આવી છે. ત્યારે હવે અભિનેતાના બોડીગાર્ડ શેરાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અભિનેતાની સિક્યોરિટી વિશે વાત કરી રહ્યો છે.

સલમાન ખાનનો જીવ જોખમમાં, સલમાન ખાનની સિક્યોરિટીમાં સૌથી મોટી ચેલેન્જ શું છે

Follow us on

બોડીગાર્ડ શેરા અભિનેતા સલમાન ખાનની લાઈફનો એક મહત્વનો ભાગ છે. તે 25 વર્ષથી વધારે સમયથી અભિનેતા સાથે તેનું રક્ષણ કરી રહ્યો છે. હવે બાબા સિદ્દીકીની હત્યા બાદ દબંગ ખાનની સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી ગઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર શેરાનો એક જૂનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના માલિક એટલે કે, સલમાન ખાન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન તેમણે એ પણ કહ્યું કે, કઈ રીતે અભિનેતા સાથે તેની પહેલી મુલાકાત થઈ હતી અને ભીડવાળી જગ્યાએ અભિનેતાની રક્ષા કઈ રીતે કરે છે. શેરાએ કહ્યું સૌથી મોટો પડકાર તેના ચાહકો સામે હોય છે. તો ચાલો જાણીએ શેરાએ ઈન્ટરવ્યુમાં વધુ શું કહ્યું છે.

Chana : બાફેલા ચણા ખાવા કે શેકેલા ચણા, બે માંથી વધારે ફાયદાકારક કોણ છે?
આજનું રાશિફળ તારીખ : 15-10-2024
Rice For Skin Care : ચોખાનું પાણી સ્કીન માટે છે વરદાન, જાણો તેના ફાયદા
વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
ગળામાં મીનાકારીનો હાર, કપાળ પર બિંદી, રાધિકા મર્ચન્ટ ગરબા નાઇટમાં રાણીની જેમ થઈ તૈયાર
શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ, જુઓ Video

 

 

શેરાની સલમાન ખાન સાથે મુલાકાત

એએનઆઈ સાથે વાત કરતા શેરાએ કહ્યું કે, સલમાન ખાન જ તેનો માલિક છે. તે દરેક સમયે તેની સાથે ઉભો હોય છે. ત્યારબાદ શેરાએ કહ્યું કે, કેવી રીતે તેની સાથે મુલાકાત થઈ હતી. સૌથી પહેલા એક ઈવેન્ટમાં શેરાની સલમાન ખાન સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેની કોઈ વાત થઈ ન હતી. ત્યારબાદ એક ઈવેન્ટમાં અર્પિતા ખાનને મળ્યો હતો. ત્યારબાદ સોહેલ ખાને શેરાને બોલાવ્યો અને કહ્યું સલમાન ખાન સાથે સિક્યોરિટી ઈન્ચાર્જ તરીકે કામ કરવાનું શરુ કર્યું હતુ.

 

 

સલમાન ખાનની સિક્યોરિટીમાં સૌથી મોટી ચેલેન્જ શું છે

શેરાએ કહ્યું કે,સલમાન ખાનની સિક્યોરિટીમાં સૌથી મોટો પડકાર ભીડ હોય છે કારણ કે, દરેક નાના માણસથી લઈ મોટી વ્યક્તિ તેને મળવા માંગતી હોય છે. આ દરમિયાન બધી વસ્તુ મેનેજ કરવાની હોય છે. ત્યારબાદ શેરાએ કહ્યું પહેલા ભાઈની જાનનો આટલો ખતરો ન હતો પરંતુ જેમ જેમ તેના ચાહકો વધતા ગયા તેમ તેમ તેની ફેન ફોલોઈંગ વધતી ગઈ અને તેની સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી.

Next Article