
ચાહકો બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની આગામી ફિલ્મ ક્યારે રિલીઝ થશે ? તેવા સવાલો પૂછી રહ્યા છે. શરૂઆતમાં ‘માતૃભૂમિ’ 17 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મમાં ઘણા વધારાના સીન ઉમેરવાના હોવાથી ફિલ્મની રિલીઝ તારીખ આગળ ખસેડવામાં આવી છે. ફિલ્મનું શીર્ષક ‘બેટલ ઓફ ગલવાન’ થી બદલીને ‘માતૃભૂમિ’ કરવામાં આવ્યું છે. નિર્માતાઓ આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ કરવા પર નજર રાખી રહ્યા છે. તારીખ નક્કી થાય તે પહેલાં જાહેર થયું હતું કે સલમાન ખાન ‘દિલ રાજુના’ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. આ ઉપરાંત ધુરંધર 2 ને નકારી કાઢનાર અભિનેતા પણ આ ફિલ્મમાં જોડાયો છે.
સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘સિકંદર’ હતી. જે બોક્સ ઓફિસ પર રિલીઝ થતાં જ ફ્લોપ ગઈ હતી. સલમાનની ‘માતૃભૂમિ’ પર ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જે 2020 માં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ લશ્કરી અથડામણ પર આધારિત છે.
તાજેતરમાં એક અહેવાલમાં આવ્યું હતું કે, અનિલ કપૂર સલમાન ખાનની નવી ફિલ્મમાં જોડાયા છે. તેઓ પ્રોડ્યુસર ‘દિલ રાજુ’ અને દિગ્દર્શક વામશી પૈદિપલ્લીની એક્શન ડ્રામા ફિલ્મમાં જોડાયા છે. જેમાં સલમાન ખાન અને નયનતારા પણ છે. અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે અનિલ કપૂરની સંડોવણી ફિલ્મમાં વધુ અનુભવ ઉમેરે છે. તાજેતરમાં જ એવું જાહેર થયું હતું કે
ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2026 માં શરૂ થઈ જશે. તેમજ મેકર્સ આ ફિલ્મને 2027 મા થિયેટરમાં રિલીઝ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.
અનિલ કપૂરની ‘સુબેદાર’ હાલમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. તે શાહરૂખ ખાનની ‘કિંગ’ ફિલ્મનો પણ ભાગ છે. જે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. એવી પણ અફવાઓ છે કે અનિલ કપૂર જુનિયર NTRની ‘ડ્રેગન’ માં ખલનાયકની ભૂમિકા ભજવશે. પ્રશાંત નીલે અભિનેતાને આ ફિલ્મ માટે ફાઇનલ કરી દીધો છે. અનિલ કપૂરે પોતે ખુલાસો કર્યો હતો કે આદિત્ય ધરે તેમને ‘ધુરંધર 2’
માટે ઓફર કરી હતી. પણ અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તેમણે અભિનય કરવાનો ઇનકાર કરી દીધો.
અકસ્માતોને રોકવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, દેશભરમાં બનાવાશે ‘રેલ અંડરપાસ’ જાણો સંપૂર્ણ પ્લાન, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:28 pm, Fri, 27 March 26