Cirkus Movie: ફિલ્મ સર્કસનું ટ્રેલર થયું રિલીઝ થયું ટ્રેલર, ઈના… મીના… ડીકા પર રણવીર સિંહે કર્યો ડાન્સ

રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ સર્કસનું (Cirkus) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રણવીર સિંહ (Ranveer Singh) સ્ટારર આ ફિલ્મમાં અન્ય ઘણાં કલાકારો જોવા મળશે. ટ્રેલર જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં.

Cirkus Movie: ફિલ્મ સર્કસનું ટ્રેલર થયું રિલીઝ થયું ટ્રેલર, ઈના... મીના... ડીકા પર રણવીર સિંહે કર્યો ડાન્સ
Cirkus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 5:06 PM

રણવીર કપૂર અને જેકલીન ફર્નાન્ડિસની ફિલ્મ ‘સર્કસ‘ નું ટ્રેલર જોઈને ફેન્સનું હસી-હસીને પેટ દુ:ખી જશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે, જેને જોઈને હસવાનું રોકી શકાશે નહીં. ફિલ્મના ટ્રેલર લોન્ચ થતાં પહેલા તમામ કલાકારો લાલ રંગના ડ્રેસ પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેકલીન અને રણવીર સહિત આખી ફિલ્મ સ્ટાર કાસ્ટે ઈના મીના ડીકા પર ડાન્સ કર્યો હતો.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos
View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર છે ટ્રેલર

ફિલ્મ સર્કસમાં રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળશે, એટલે કે બે રણવીર સિંહ તમને ફિલ્મમાં એન્ટરટેઈન કરશે. ફિલ્મના ટ્રેલરને જોઈને એવું લાગે છે કે પરફેક્ટ કોમેડી ટાઈમિંગ અને ફની પન્ચ તમારું ધ્યાન સ્ક્રિન પરથી દૂર નહીં થવા દે. જેકલીન અને પૂજા હેગડેની સાથે આ ફ્રેશ જોડી પણ પોતાના ડાન્સ કરતી જોવા મળશે. પરંતુ ટ્રેલરમાં રણવીર સિંહ લાઈમ લાઈટમાં જોવા મળી રહ્યો છે.

અહીં જુઓ ટ્રેલર

સોશિયલ મીડિયા પર સર્કસનું ટ્રેલરે મચાવી ધૂમ

રોહિત શેટ્ટી તેની એક્શન ફિલ્મોની સાથે-સાથે શાનદાર કોમેડી ફિલ્મો માટે પણ જાણીતો છે. કોમેડી ફિલ્મોમાં રોહિત શેટ્ટીએ બોલ બચ્ચન અને ગોલમાલ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે, હવે રોહિત શેટ્ટી સર્કસ દ્વારા બોક્સ ઓફિસ પર લાફ્ટર ડોઝ લઈને આવી રહ્યો છે.

ઈલેક્ટ્રિક મેન બન્યો રણવીર સિંહ

ટ્રેલરની શરૂઆતમાં ઈલેક્ટ્રિક મેન બનેલો રણવીર સિંહ દર્શકોને પોતાનું અનોખું એક્ટ બતાવતો જોવા મળે છે. પોતાના શરીરને ઈલેક્ટ્રિક કરંટ આપતા રણવીર સિંહ લોકોને હસાવવા માટે અજીબોગરીબ હરકતો વિશે વિચારીને કન્ફ્યૂઝ જોવા મળે છે. લોકોને ટ્રેલરની શરૂઆત ખૂબ જ રમૂજી લાગી રહી છે.

સંજય મિશ્રાની વન લાઇનરે ફેન્સનું જીત્યું દિલ

સંજય મિશ્રાની દમદાર વન-લાઈનર પંચિંગ લાઈન લોકોને ખૂબ જ હસાવી રહી છે. ફિલ્મમાં કોમેડી જોઈને તમે તમારું પેટ દુખી જશે. પરંતુ ટ્રેલરમાં રણવીર સિંહના વધુ ડાયલોગ નથી,

23 ડિસેમ્બરે રિલીઝ થશે ફિલ્મ ‘સર્કસ’

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સર્કસ’ની સ્ટોરી 1982માં સંજીવ કુમાર અને દેવેન વર્માની ફિલ્મ ‘અંગૂર’ પરથી લેવામાં આવી છે. આ ફિલ્મ શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર બેસ્ડ છે. ફિલ્મ ‘સર્કસ’માં અજય દેવગન અને દીપિકા પાદુકોણ ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે. સર્કસ એક ફેમિલી કોમેડી ફિલ્મ છે, જે ક્રિસમસના 2 દિવસ પહેલા એટલે કે 23 ડિસેમ્બરે રિલીઝ થશે.

g clip-path="url(#clip0_868_265)">