Rishi Kapoor Death Anniversary: ‘તે સ્ક્રીન પર રોમેન્ટિક હતા, પરંતુ ઓફ સ્ક્રીન….’ ઋષિ કપૂરને યાદ કરતાં પદ્મિની કોલ્હાપુરીએ કહ્યું કંઈક આવું

|

Apr 30, 2022 | 9:18 AM

ઋષિ કપૂર (Rishi Kapoor) અવાર-નવાર પોતાના ટ્વીટના કારણે હેડલાઈન્સમાં રહેવા લાગ્યા હતા. તેનો સ્વભાવ પણ ખૂબ જ આનંદી હતો અને તેને અચાનક ગુસ્સો આવતો હતો, પછી તે ખૂબ જ જલ્દી હસતો હતો. હકીકતમાં તે શરૂઆતથી જ આવો હતો.

Rishi Kapoor Death Anniversary: તે સ્ક્રીન પર રોમેન્ટિક હતા, પરંતુ ઓફ સ્ક્રીન.... ઋષિ કપૂરને યાદ કરતાં પદ્મિની કોલ્હાપુરીએ કહ્યું કંઈક આવું
rishi kapoor death anniversary

Follow us on

ઋષિ કપૂર હિન્દી સિનેમાના (Hindi Cinema) દિગ્ગજ અભિનેતા હતા. તેઓ બોલિવૂડના પ્રથમ પરિવાર – કપૂર પરિવાર (Kapoor Family) સાથે સંબંધ ધરાવતા હતા. ઋષિ કપૂર (Rishi Kapoor) અવાર-નવાર પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં રહેવા લાગ્યા હતા. તેનો સ્વભાવ પણ ખૂબ જ આનંદી હતો અને તેને અચાનક ગુસ્સો આવતો હતો, પછી તે ખૂબ જ જલ્દી હસી પણ લેતા હતા. હકીકતમાં તે શરૂઆતથી જ આવા હતા. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીએ (Padmini kolhapuri) ઋષિ કપૂર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘ટાઈમ ટુ શો’, ‘પ્રેમ રોગ’, ‘યે ઈશ્ક નહીં આસન’, ‘રાહી બદલ ગયે’ અને ‘પ્યાર કે કાબિલ’. આ બધી ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ શેયર કરતા અભિનેત્રીએ જણાવ્યું કે, ઋષિ કપૂરની સાથે સેટ પર હોવું અને કામ કરવું એ કેવો અનુભવ રહ્યો.

ઑનસ્ક્રીન અને ઑફ સ્ક્રીન ઋષિ કપૂર વચ્ચે શું તફાવત હતો!

પદ્મિની અને ઋષિ કપૂરનું એવર ગ્રીન ગીત ‘પૂછો ના યાર ક્યા હુઆ’ આજે પણ લોકોની જીભ પર છે. આ ગીતમાં ઋષિ અને પદ્મિનીની કેમેસ્ટ્રી અદભૂત હતી. મીડિયા અનુસાર પદ્મિનીએ કહ્યું કે, ઋષિ કપૂર સ્ક્રીન પર ખૂબ જ રોમેન્ટિક દેખાતા હતા. પરંતુ ઑફ-સ્ક્રીન તેનું વર્તન જરા અલગ હતું. તે હંમેશા ચીસો પાડતા અને બૂમો પાડતા અને મોટેથી બોલતા.

પદ્મિનીએ કહ્યું- ‘ઋષિજી તેમની દરેક ફિલ્મમાં પ્રેમમાં પડેલા માણસની જેમ દેખાતા હતા, તેઓ ઓનસ્ક્રીન એક મહાન રોમેન્ટિક હીરો જેવા દેખાતા હતા. પરંતુ વાસ્તવમાં તે તદ્દન વિપરીત હતા. તમે તેને સ્ક્રીન પર જોઈને પ્રેમમાં પડી જશો, પરંતુ જ્યારે તે સામે હશે, ત્યારે તમે તેને જોઈને ધ્રૂજશો. તેણે કોઈ ક્રોધાવેશ કરતા નહોતા. પરંતુ બૂમો પાડવાની, ચીસો પાડવાની તેની આદત હતી. તે આવા જ હતા. જ્યારે તેઓ સેટ પર હોય ત્યારે રાજ કપૂરે તેમને કોઈ ખાસ ટ્રીટમેન્ટ આપતા ન હતા. ખાસ ટ્રીટમેન્ટ મારા માટે જ હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ચિન્ટુજીને પહેલીવાર ક્યાં મળ્યા?

પદ્મિનીએ કહ્યું હતું- ‘ઈન્સાફ કા તરાઝુ (1980)ના શૂટિંગ દરમિયાન મેં પહેલીવાર ફિલ્મસિટીમાં (ચિન્ટુ) ઋષિજીને જોયા હતા. તે કોઈ કામમાં વ્યસ્ત હતા. તેણે મને ડાન્સ સ્ટેપ કરતાં પણ જોઈ હતી, તેથી તે મને પહેલેથી જ ઓળખતા હતા. મેં ઝીનત અમાનની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં નાની રૂપાનો રોલ કર્યો હતો. તેમણે જ પાછળથી મને નસીર હુસૈન સાહબની ફિલ્મ જમાને કો દિખાના હૈ (1981) માટે ભલામણ કરી હતી. જેમ આશાજીએ મારી બાળ કલાકાર કારકિર્દીને આગળ ધપાવી, તેમ ઋષિજીએ મને અગ્રણી મહિલા બનવા માટે આગળ વધારી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Neetu Kapoor: ‘જ્યાં તેની સફર પૂરી થઈ, ત્યાં મારી શરૂઆત થઈ..’, નીતુ કપૂરનું છલકાયું દર્દ, અભિનેત્રીએ ઋષિ કપૂર વિશે કહી આ વાત

આ પણ વાંચો:  Neetu Kapoor Birthday Photos: કપૂર પરિવારે મનાવ્યો નીતુ કપૂરનો જન્મ દિવસ, જાણો કોણ આવ્યું ‘ખાસ’ મહેમાન

Next Article