AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દિવસે થશે રિચા ચઢ્ઢા-અલી ફઝલના લગ્ન, હશે 5 ડિઝાઈનર લેબલ્સ અને 15 પરફોર્મન્સ

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને એક્ટર અલી ફઝલ આ મહિને લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નને લઈને દરરોજ નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ અલી ફઝલ (Ali Fazal) અને રિચા ચઢ્ઢાના (Richa Chadda) પ્રી વેડિંગ શૂટ માટે દિલ્હીની એક આઇકોનિક હોટેલની પસંદગી કરવામાં આવી છે. આ હોટલ લગભગ 110 વર્ષ જૂની છે.

આ દિવસે થશે રિચા ચઢ્ઢા-અલી ફઝલના લગ્ન, હશે 5 ડિઝાઈનર લેબલ્સ અને 15 પરફોર્મન્સ
Richa Chaddha And Ali Fazal
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 4:53 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા (Richa Chadda) અને એક્ટર અલી ફઝલ (Ali Fazal) ટૂંક સમયમાં મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે બંને 6 ઓક્ટોબરે લગ્નના બંધનમાં બંધાશે. આ એક ગ્રાન્ડ લગ્ન થવા જઈ રહ્યા છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જે બાદ હવે લેટેસ્ટ અપડેટ મુજબ બંનેના વેડિંગ વેન્યુ વિશે જાણકારી મળી છે. તમને જણાવી દઈએ કે રિચા ચઢ્ઢા અને અલી ફઝલનું પ્રી વેડિંગ શૂટ દિલ્હીની એક આઈકોનિક હોટલમાં થવાનું છે. લગ્ન માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આ સાથે અલી ફઝલ અને રિચા ચઢ્ઢા કયા આઉટફિટ પહેરશે અને અનેક પ્રકારના પરફોર્મન્સ પણ થવાના છે. આ તમામ બાબતોની જાણકારી સામે આવી છે.

  1. દિલ્હીના વેડિંગ પ્લાનર ‘ટેલર મેડ’એ આ ફંક્શનને ઓર્ગેનાઈઝ કર્યું છે. તે દિલ્હી અને મુંબઈમાં આ ફંક્શનનું ઓર્ગેનાઈઝ કરશે.
  2. મળતી જાણકારી મુજબ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના સંગીત કાર્યક્રમમાં ઘણાં યુનિક એક્ટ્સ કરવામાં આવશે.
  3. અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના મિત્રો 15 અલગ-અલગ પરફોર્મન્સ આપશે.
  4. રિચા ચઢ્ઢા અને અલી ફઝલ પણ પરફોર્મ કરશે, પરંતુ તેઓએ હજુ સુધી તેના માટે રિહર્સલ કરવાનું શરૂ કર્યું નથી. તેનું પ્લાનિંગ 24 સપ્ટેમ્બર પછી કરશે કે કેવા પ્રકારનું એક્ટ કરવું છે.
  5. બંનેના મહત્વના ફંક્શન માટે કપલ ઈન્ડિયન અને ઈન્ટરનેશનલ ડિઝાઇનર્સના લેબલ્સને કેરી કરશે. તેમના માટે આઉટફિટ ડિઝાઈન કરનાર કોઈ એક ડિઝાઈનર નથી.
  6. અલગ-અલગ 5 ડિઝાઈનર્સ, જેમાંથી ત્રણ ઈન્ડિયન અને 2 ઈન્ટરનેશનલ ડિઝાઈનર છે, જેઓ અલગ-અલગ સેરેમની માટે આ બંને માટે આઉટફિટ ડિઝાઈન કરી રહ્યા છે.

30 સપ્ટેમ્બરથી થશે આ સેરેમનીની શરૂઆત

આ કપલ 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં તેમના વેડિંગ સેરેમનીની શરૂઆત કરશે અને 7 ઓક્ટોબરે મુંબઈમાં સમાપ્ત થશે. મુંબઈમાં યોજાનારા લગ્નમાં નજીકના પરિવાર અને મિત્રો જોવા મળશે. આ સિવાય દિલ્હી અને મુંબઈમાં 2 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરે બે ગ્રાન્ડ રિસેપ્શન થશે. રિપોર્ટ મુજબ આ લગ્ન સાઉથ મુંબઈની એક હોટલમાં થશે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં આ રિસેપ્શનમાં બોલિવૂડના લોકો હાજરી આપશે.

ફેમિના મેગેઝીનના કવર પર પણ મળ્યા જોવા

લગ્ન પહેલા આ કપલ હાલમાં એક ફેમસ મેગેઝીનના કવર પેજ પર જોવા મળ્યું હતું. બંનેએ ફેમિનાના કવર પેજ માટે રોયલ કપલ તરીકે પોઝ આપ્યો હતો અને આ સમય દરમિયાન એકદમ સ્ટનિંગ દેખાતા હતા. ફેમિના ઈન્ડિયા મેગેઝિનની સપ્ટેમ્બર વેડિંગની સ્પેશિયલ એડિશન માટે ડિઝાઈનર જે.જે. વલાયા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આઉટફિટને અલી અને રિચાની રોયલ ઈન્ડિયન એથનિકમાં સ્ટાઇલ કરવામાં આવી હતી. તસવીરમાં રિચા હસતી જોવા મળી હતી જ્યારે અલી તેના ખોળામાં સૂતો જોવા મળે છે.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">