AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિના ટંડનની પુત્રીની સુંદરતાના દિવાના થયા ફેન્સ, એરપોર્ટ પર પાપારાઝીએ રાશા જોડે કેમ માંગી મીઠાઈ, જુઓ Video

Raveena Tandon Daughter Rasha Thadani: રવિના ટંડનની પુત્રી રાશા થડાની (Rasha Thadani) ફરી એકવાર તેના લુક્સને કારણે ચર્ચામાં આવી છે. તેણીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી છે. વીડિયો જોઈને ફેન્સ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

રવિના ટંડનની પુત્રીની સુંદરતાના દિવાના થયા ફેન્સ, એરપોર્ટ પર પાપારાઝીએ રાશા જોડે કેમ માંગી મીઠાઈ, જુઓ Video
Raveena Tandon Daughter Rasha ThadaniImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 5:59 PM
Share

Mumbai Raveena Tandon Daughter Rasha Thadani: 90ના દાયકાથી લઈને આજ સુધી ફેન્સ રવિના ટંડનની સુંદરતાના દિવાના છે. આજે પણ પોતાના લુકના કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે અને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. તેની જેમ તેમની પુત્રી રાશા થડાની (Rasha Thadani) પણ ઘણીવાર ચર્ચામાં રહે છે.

રાશા તેની માતાની જેમ જ દેખાવમાં સુંદર છે. ફેન્સને પણ તેનો લુક ઘણો પસંદ આવે છે. ક્યારેક કેટલાક વીડિયો તો ક્યારેક તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં રાશાનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેમાં તે એટ્રેક્ટિવ લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Rasha (@rashathadani)

એરપોર્ટ પર જોવા મળી રાશા

રવિના ટંડન તેના મિત્રો સાથે રજાઓ એન્જોય કરવા માટે ગોવા રવાના થઈ ગઈ છે. તે દરમિયાન તે એરપોર્ટ પર જોવા મળી હતી. તે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. તેણે બ્લૂ કલરનું પેન્ટ અને ક્રોપ ટોપ પહેર્યું હતું, જેમાં તેની સ્ટાઈલ ખૂબ જ શાનદાર લાગી રહી હતી.

રાશા થડાનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ રાશા ટોક ઓફ ધ ટાઉન બની ગઈ. હવે ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે “કિતની સોની કુડી.” અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, “તે તેની માતા જેવી લાગે છે.” આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, તે કેટલી સુંદર છે.

View this post on Instagram

A post shared by Rasha (@rashathadani)

આ પણ વાંચો: હસબન્ડ ડ્યૂટી નિભાવતો જોવા મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી માટે કહી આ વાત

પાપારાઝીએ રાશા જોડે માંગી મીઠાઈ

રાશા થડાનીએ એરપોર્ટ પર પાપારાઝી સાથે પણ વાત કરી છે. રાશાએ હાલમાં જ તેનું ગ્રેજ્યુએશન કર્યું છે. બીજી તરફ જ્યારે તે એરપોર્ટ સ્પોટ થઈ ત્યારે ગ્રેજ્યુએટ થવાના આનંદમાં પાપારાઝી પાસે મીઠાઈ માંગી. રાશાએ પણ પ્રોમિસ કર્યું હતું કે આગલી વખતે જ્યારે તે આવશે, ત્યારે તે ચોક્કસપણે તેને મીઠાઈ ખવડાવશે. રાશાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. રાશાના ગ્રેજ્યુએશન પર, રવિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રીની તસવીર શેર કરી અને લખ્યું, “ટાઈમ ફ્લાઈઝ… તે સાચું છે.”

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">