
બૉલિવૂડ સ્ટાર રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની ફિલ્મ ‘Ramayana’ પર સૌની નજર ટકેલી છે. ફિલ્મ રામાયણ રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી છે.
ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ એટલે કે રામાયણને લઈને હવે OTT રિલીઝની એક નવી યોજના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મનો પહેલો ભાગ સામાન્ય ફિલ્મોની જેમ OTT પર રિલીઝ નહીં થાય.
રામાયણની OTT રિલીઝ દર્શકો માટે નવો અનુભવ લઈને આવી શકે છે. રિપોર્ટ મુજબ, રણબીર કપૂરની આ ફિલ્મને JioHotstar પર જોવા માટે દર્શકોએ સબ્સ્ક્રિપ્શન ઉપરાંત પણ પૈસા ખર્ચવા પડી શકે છે. ટૂંકમાં, પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન હોવા છતાં ફિલ્મ જોવા માટે અલગથી ચૂકવણી કરવી પડી શકે છે. જો કે, મેકર્સે હજુ સુધી આ યોજનાની સત્તાવાર જાહેરાત કરી નથી.
ફિલ્મ જોવાની કિંમત અને ચૂકવણી કર્યા પછી તેને કેટલા સમય સુધી જોઈ શકાશે, તે અંગે પણ માહિતી મળી નથી. જો આ યોજના લાગુ થાય છે, તો ‘રામાયણ’ મોટી ભારતીય ફિલ્મો માટે OTT રિલીઝનો નવો રસ્તો ખોલી શકે છે.
આના પહેલાં આમિર ખાનની ‘સિતારે જમીન પર’ પણ આ રીતથી યુટ્યુબ પર રિલીઝ થઈ હતી, જ્યાં દર્શકોએ તેને જોવા માટે પૈસા આપવા પડ્યા હતા. બાદમાં ફિલ્મ Sony LIV પર પણ આવી.
રિપોર્ટ મુજબ, ‘રામાયણ’નું OTT પ્રીમિયર ક્રિસમસની આસપાસ થઈ શકે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે અને અત્યાર સુધી દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
મોટા બજેટને જોતા મેકર્સો પહેલા સિનેમાઘરોથી વધુ કમાણી કરવા ઈચ્છશે અને ત્યારબાદ ફિલ્મને OTT પર લાવશે. જાણકારી માટે જણાવી દઈએ કે, ‘રામાયણ’ને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત લગભગ 40 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે.