
રણબીર કપૂર સ્ટાર અપકમિંગ ફિલ્મ રામાયણની પહેલી ઝલક સામે આવી ચૂકી છે.. મેકર્સે 3 જુલાઈના રોજ રામાયણનું ટીઝર જાહેર કર્યું હતુ. જેમાં રણબીર કપૂર અને યશની પહેલી ઝલક જોવા મળી હતી. જે ફિલ્મમાં ક્રમશ,શ્રીરામ અને લંકાપતિ રાવણની ભૂમિકામાં છે. આ ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા છે.
નિતેશ તિવારીની આ ફિલ્મને નમિત મલ્હોત્રાના પ્રાઈમ ફોક્સ સ્ટુડિયો દ્વારા બેંકરોલ કરવામાં આવી છે. જે રીતે ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. નમિત મલ્હોત્રાના પ્રાઈમ ફોક્સ સ્ટુડિયોને આનો જબરદસ્ત ફાયદો થયો છે. ફિલ્મની રિલીઝ પહેલા શેર બજારમાં સ્ટુડિયોની કિસ્મત ચમકતી જોવા મળી છે. આ ફિલ્મના ટીઝરને લઈ પ્રાઈમ ફોક્સ સ્ટુડિયોના માર્કેટ કેપમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે.
પ્રાઈમ ફોક્સ સ્ટુડિયોને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે, જ્યાં કંપનીના બોર્ડ દ્વારા 462.7 મિલિયન ઇક્વિટી શેર જાહેર કરવાની મંજૂરી આપ્યા પછી તેને મોટો નફો થયો હતો. આનાથી કંપનીના શેરના ભાવમાં 30%નો ઉછાળો જોવા મળ્યો અને 25 જૂનથી 1 જુલાઈ દરમિયાન શેરનો ભાવ રૂ. 113.47 થી વધીને રૂ. 149.69 થયો. પરંતુ, રામાયણના પ્રથમ ઝલકમાં નમિત મલ્હોત્રાની આગેવાની હેઠળના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ માટે વધુ એક મોટો ફાયદો થયો.
૩ જુલાઈએ, રામાયણના ટીઝર લોન્ચના દિવસે, પ્રાઇમ ફોકસના શેર 176 રૂપિયા સુધી પહોંચી ગયા. આનાથી કંપનીનું માર્કેટ કેપ 1 જુલાઈના રોજ 4638 કરોડ રૂપિયાથી વધીને 5641 કરોડ રૂપિયા થઈ ગયું અને આ સાથે, ‘રામાયણ’ના નિર્માતાઓએ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા માત્ર બે દિવસમાં જ 1000 કરોડ રૂપિયાનો ઉછાળો જોવામાં મળ્યો હતો.