
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ હૈદરાબાદમાં ફિલ્મી સ્ટાર અને નજીકના લોકો માટે એક શાનદાર વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતુ. તેના આ રિસ્પેશનમાં કેટલાક બોલિવુડ સ્ટાર સિવાય સાઉથના મોટા કલાકારો પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન વેન્યુ પર આરઆરઆર ફેમ રામ ચરણ પણ જોવા મળ્યો હતો. રામ ચરણ જે અંદાજમાં રિસ્પેશનમાં સ્પોટ થયો. બધાનું ધ્યાન રામચરણ પર ગયું હતુ. અરબોની સંપત્તિનો માલિક રામ ચરણ રિસ્પેશનમાં ખુલ્લા પગે જોવા મળ્યો હતો. આ નજારો જોઈ ચાહકો પણ ચોંકી ગયા હતા.
રામ ચરણ પોતાની પત્ની ઉપાસના કોનિડેલાની સાથે રશ્મિકા અને વિજયના રિસ્પેશનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રામ ચરણ કાળા કપડામાં જોવા મળ્યા હતા. જ્યારે તેની પત્ની ઉપાસના લાલ રંગના સૂટમાં સુંદર લાગી રહી હતી. રામચરણના આ લુક પાછળ એક કારણ છે. રિપોર્ટ મુજબ અભિનેતા હાલમાં અયપ્પાની દીક્ષાનું પાલન કરી રહ્યા છે. આ ધાર્મિક અનુષ્ઠાનના કેટલાક નિયમો હોય છે. જેના કારણે રામ ચરણ આ લુકમાં રિસ્પેશનમાં પહોંચ્યો હતો.
રામ ચરણ છેલ્લા કેટલાક દીવસથી અયપ્પાના દીક્ષાનું પાલન કરી રહ્યો છે.આ વ્રત દરમિયાન કેટલાક ભક્તો અનેક પ્રકારના નિયમોમાં બંધાય જાય છે. કેરળના સબરીમાલા મંદિરની યાત્રા પહેલા ભક્તો 41 દિવસ સુધી આ વ્રત રાખે છે. જેમાં ભક્તો માત્ર કાળા કે વાદળી કપડાં જ પહેરી શકે છે. તેમણે ખુલ્લા પગે ચાલવાનું હોય છે આ સાથે, સાત્વિક ખોરાક લેવો જોઈએ અને સવાર અને સાંજની પ્રાર્થના અને માળા પહેરવા જેવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ. 41 દિવસ પૂરા થયા પછી, ભક્તો સબરીમાલા મંદિરની મુલાકાત લે છે.
રામચરણ આ પહેલા પર અનેક વખત ખુલ્લા પગે જોવા મળી ચૂક્યો છે. રિપોર્ટ મુજબ અભિનેતા છેલ્લા 20 વર્ષથી અયપ્પાની દીક્ષાનું પાલન કરી રહ્યો છે. ત્યારે સ્પષ્ટ છે કે, અભિનેતા અયપ્પાનો પરમ ભક્ત છે. રામ ચરણના આ સાદગી ભર્યા અંદાજને જોઈ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.