મૃત્યુના દોઢ વર્ષ પછી આવ્યું મૂસેવાલાનું નવું ગીત, રિલીઝના 1 કલાકની અંદર 20 લાખ લોકોએ જોયું
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મર્ડર પછીના લગભગ દોઢ વર્ષ બાદ તેમનું નવું ગીત આવ્યું છે. આ ગીત વૉચ આઉટ આજે રિલીઝ થઈ ગયું છે. દિવાળીના અવસર પર આ ગીત ખાસ કરીને ફેન્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. લોકોને આ પંજાબી ગીત ઘણું પસંદ આવી રહ્યું છે. ગીત રિલીઝ થયાના એક કલાકની અંદર જ તેને 2 મિલિયનથી વધુ લોકોએ સાંભળ્યું છે.

દિવાળીના તહેવાર પર ચાહકોને ચારે બાજુથી સરપ્રાઈઝ મળી રહ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 પણ આજે રિલીઝ થઈ ગઈ છે. તેમજ આ સિવાય હાલમાં જ સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ લાલ સલામનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.
હવે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેન્સ માટે પણ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેનું નવું ગીત વૉચ આઉટ રિલીઝ કરવામાં આવ્યું છે.
સિદ્ધુ મૂસેવાલા તરફથી આ એક ખાસ ભેટ
દિવાળીના અવસર પર સિંગરનું નવું ગીત વોચ આઉટ ચાહકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે. સિદ્ધુ મૂસેવાલાની વર્ષ 2022માં મે મહિનામાં ગોળી મારીને મર્ડર કરવામાં આવ્યું હતું. ત્યારથી તેના કેટલાક ગીતો રિલીઝ થઈ રહ્યા છે. હવે દિવાળીના અવસર પર ચાહકો માટે સિદ્ધુ મૂસેવાલા તરફથી આ એક ખાસ ભેટ છે.
ગીતનું ટાઇટલ વોચ આઉટ રાખવામાં આવ્યું છે. આ ન્યૂઝ લખાઈ છે ત્યાં સુધીમાં આ ગીતને રિલીઝ થયાને 2 કલાક પણ નથી થયા અને 22 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. આ ગીતને લોકો ખૂબ જ ઝડપથી વાયરલ કરી રહ્યા છે.
અહીં વીડિયો જુઓ-
(Credit Source : Sidhu Moose Wala)
લોકો ભાવુક થઈ ગયા છે
સિદ્ધુ મૂસેવાલાના દમદાર અવાજે ચાહકોને એક અલગ જ ફિલ કરાવ્યું છે. તેમજ ચાહકો પોતાના મનપસંદ ગાયકને યાદ કરીને ભાવુક થતા જોવા મળ્યા છે. ફેન્સ કોમેન્ટમાં સતત પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- રેસ્ટ ઈન પાવર જટ્ટા. અન્ય વ્યક્તિએ લખ્યું- એક કલાકમાં 2.1 મિલિયન વ્યૂઝ. મૃત્યુ પણ વ્યક્તિત્વની ખ્યાતિ વધતા રોકી શકતું નથી.
મૂસેવાલાનું થયું હતું મર્ડર
તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મૂસેવાલા લોકોમાં એક લોકપ્રિય પંજાબી ગાયક હતા. તેઓ વિશ્વભરના યુવાનોમાં લોકપ્રિય હતા અને અત્યારે પણ છે. મે 2022માં જ્યારે તે થોર ગાડી લઈને પ્રવાસ પર હતો, ત્યારે તેને ગોળી મારીને મર્ડર કરવામાં આવ્યું હતું. આ કેસમાં ગોલ્ડી બ્રારનું નામ સામે આવ્યું હતું.
આજે પણ ચાહકો સિદ્ધુ મૂસેવાલાને ન્યાય મળે તેવી આશા લઈને બેઠા છે અને વિનંતી કરી રહ્યા છે. આ ગીત સાંભળી અને જોઈને તેના ચાહકો ફરી એકવાર ભાવુક થયા છે. તહેવારના દિવસે મૂસેવાલાએ ચાહકોની આંખોમાં આંસુ લાવ્યા છે.
