AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયંકા ચોપરાએ ફરીથી છુપાવ્યો પુત્રી માલતીનો ચહેરો, લગાવ્યા ઈમોજી

હાલમાં જ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિકેન્ડની કેટલીક તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં તેની નાની પુત્રી માલતી જોવા મળી રહી છે, જેનો ચહેરો એક્ટ્રેસે ઈમોજીથી છુપાવ્યો છે.

પ્રિયંકા ચોપરાએ ફરીથી છુપાવ્યો પુત્રી માલતીનો ચહેરો, લગાવ્યા ઈમોજી
Priyanka-nick
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 10:56 PM
Share

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) દર રવિવારને દિલ ખોલીને સેલિબ્રેટ કરે છે. એક્ટ્રેસ જેટલું વર્કફ્રન્ટ પર ધ્યાન આપે છે તેટલું ફેમિલી ટાઈમમાં પણ વિશ્વાસ રાખે છે. આ સિવાય તે દરેક વિકેન્ડને ખૂબ જ એન્જોય કરે છે. લિટલ એન્જલ માલતીના આવવા પછી બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની દરેક રજાઓ તેના નામ પર રાખવામાં આવે છે. હાલમાં જ ગયા અઠવાડિયેની જેમ એક્ટ્રેસે આ વિકેન્ડને ફરી એકવાર ફેન્સ સાથે શેર કર્યો છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં તેની પુત્રી માલતી મેરી ચોપરા (Malti marie chopra jonas) સાથેની એક તસવીર શેર કરી છે. પરંતુ એક્ટ્રેસે હજુ સુધી પુત્રીનો ફોટો શેર કર્યો નથી. તસવીરમાં માલતી ક્યૂટ ફ્રોક પહેરીને બેઠી છે. તેણે માલતીનો ચહેરો હાર્ટ ઈમોજી વડે છુપાવ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે માલતીનો લુક કેટલો ક્યૂટ લાગી રહ્યો છે. તે ડોલ જેવી દેખાય છે.

અહીં જુઓ માલતીની તસવીર

માલતી મેરી ચોપરા

પ્રિયંકાએ ત્રણ ફોટા શેયર કર્યા છે. બીજી તસવીરમાં માલતી ઝૂલા પર સૂઈ રહી છે. તેની આસપાસ બે કૂતરા પણ છે. માથા પર હેડબેન્ડ સાથે ગુલાબી વ્હાઈટ રંગના ફ્રોકમાં માલતીનો દેખાવ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ માલતીનો ચહેરો જોવા માટે ફેન્સ આતુર છે.

ફેન્સ ક્યારે જોઈ શકશે માલતીનો ચહેરો?

આ પહેલા પણ પ્રિયંકા અને નિક માલતીની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી ચૂક્યા છે. પરંતુ, દરેક વખતે કપલે બાળકના ચહેરા પર ઈમોજી લગાવીને તેને છુપાવી દીધું. હવે ફેન્સ માલતીનો ચહેરો જોવાની રાહ જોશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા પાસે ઘણી ફિલ્મો અને હોલીવુડ સિરીઝ પાઈપલાઈનમાં છે.

g clip-path="url(#clip0_868_265)">