Priyanka Chopra Daughter Photo: પ્રિયંકા ચોપરાએ શેર કરી પરી માલતી સાથે તસવીર, લંડનમાં નિક સાથે કરી રહી છે એન્જોય

આ દિવસોમાં પ્રિયંકા (Priyanka Chopra) અને નિક જોનસ તેમની પુત્રી માલતી મેરી ચોપરા સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસે તેની પુત્રીની એક તસવીર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

Priyanka Chopra Daughter Photo: પ્રિયંકા ચોપરાએ શેર કરી પરી માલતી સાથે તસવીર, લંડનમાં નિક સાથે કરી રહી છે એન્જોય
Priyanka Chopra with malti
| Edited By: | Updated on: Jul 08, 2022 | 3:38 PM

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેના પતિ નિક જોનસ (Nick Jonas) તેમની નાની પરી માલતી સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. હાલમાં જ માતા-પિતા બનેલા પ્રિયંકા અને નિક તેમનો પેરેન્ડહુડ પિરિયડ એન્જોય કરી રહ્યા છે. આ કપલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેમની પુત્રી માલતી સાથે તસવીરો શેર કરતા રહે છે. હાલમાં તેણે લંડન વેકેશનની તેની તસવીર શેર કરી છે તે પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પરંતુ અત્યાર સુધી તેણે માલતીનો ચહેરો ફેન્સ સાથે શેર કર્યો નથી. પરંતુ તેમ છતાં તેના ફોટાને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

શેર કરેલી તસવીરમાં પ્રિયંકા ક્યાંક બહાર આઉટિંગ માટે નીકળી છે. તસવીરમાં પ્રિયંકા સાથે તેની એક દોસ્ત પણ જોવા મળી રહી છે. આ દરમિયાન તેની પુત્રી માલતી પણ પ્રિયંકાના ખોળામાં જોવા મળી રહી છે. તેની સહેલીના ખોળામાં પણ એક બાળક છે. બંને પોત-પોતાના બાળકોને ખોળામાં લઈને ઝાડના થડ પર બેઠા છે અને પોઝ આપી રહ્યા છે.

આ પણ વાંચો

અહીં જુઓ પ્રિયંકા ચોપરાની ઇન્સ્ટા પોસ્ટ

પ્રિયંકાએ માલતીનો ચહેરો હાર્ટ ઇમોજી વડે છુપાવ્યો

જેમ કે તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર પોતાની પુત્રીનો ચહેરો ફેન્સથી છુપાવી દીધો છે. તેણે તસવીર શેર કરી છે પરંતુ તેની પુત્રીના ચહેરા પર હાર્ટ ઇમોજી લગાવી છે, જેમાં તેનો ચહેરો છુપાયેલો છે. પરંતુ ફેન્સ માલતી મેરી ચોપરાનો ચહેરો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પ્રિયંકા સાથે તેની એક દોસ્ત પણ હાજર

પ્રિયંકા ચોપરાએ તેની નાની પરી માલતી સાથે ફોટો શેર કરતી વખતે એક કેપ્શન પણ આપ્યું છે. કેપ્શન આપતા એક્ટ્રેસે લખ્યું છે કે 22 વર્ષ અને કાઉટિંગ.. અને હવે અમારા બાળકો સાથે. તસવીરમાં પ્રિયંકા માલતીને ખોળામાં લઈને હસતી જોવા મળે છે. એક્ટ્રેસનો મોર્નિંગ લુક એકદમ કુલ લાગે છે. આ સાથે હાજર તેની દોસ્ત પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે એક્ટ્રેસ

આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકાએ પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરી હોય. એક્ટ્રેસ અવારનવાર તસવીરો શેર કરે છે અને ફેન્સનો દિવસ બનાવતી રહે છે. બોલિવૂડ સિવાય પ્રિયંકા ચોપરા ઓટીટી પર પણ ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. વેબ સીરિઝ સિટાડેલમાં એક્ટ્રેસ ટૂંક સમયમાં જોવા મળશે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ સિવાય તે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જી લે ઝારામાં જોવા મળશે.