Priyanka Chopra on Abortion Law : યુએસ કોર્ટના ગર્ભપાત કાયદા પર પ્રિયંકા ચોપરાનું દિલ તૂટી ગયું, કહ્યું- માતા-પિતા તેમના બાળકનું ભવિષ્ય બરબાદ થતા જોશે…

|

Jun 28, 2022 | 3:26 PM

Priyanka Chopra: તમને જણાવી દઈએ કે હાલમાં જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો (America abortion law) આપ્યો હતો કે, મહિલાઓ પરવાનગી વગર ગર્ભપાત કરાવી શકે નહીં. કોર્ટના આ નિર્ણય બાદ અનેક સેલિબ્રિટીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

Priyanka Chopra on Abortion Law : યુએસ કોર્ટના ગર્ભપાત કાયદા પર પ્રિયંકા ચોપરાનું દિલ તૂટી ગયું, કહ્યું- માતા-પિતા તેમના બાળકનું ભવિષ્ય બરબાદ થતા જોશે...
priyanka chopra on america abortion law

Follow us on

Priyanka Chopra On America Abortion Law: હાલમાં જ બોલિવૂડમાંથી હોલિવૂડ પહોંચેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ગર્ભપાતને લઈને યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા (Michelle Obama) દ્વારા ગર્ભપાતના અધિકારને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી. લેખક મિશેલ ઓબામાની આ પોસ્ટને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને પ્રિયંકા ચોપરાએ ગર્ભપાત કાયદા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે શેર કર્યું કે તેના કારણે તેનું હૃદય તૂટી ગયું છે અને આ નિર્ણય  બાળકોનું ભવિષ્ય બગડી શકે છે.

અમેરિકાના ગર્ભપાત કાયદા પર પ્રિયંકા ચોપરાનો ગુસ્સો

પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે પોસ્ટ શેર કરી હતી. જેમાંથી એકમાં તેણે અમેરિકાના બંદૂક અધિકારો વિશેનું કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. બીજી પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મિશેલ ઓબામાની પોસ્ટ શેર કરી. મિશેલ ઓબામાની આ પોસ્ટમાં લખ્યું છે – હું આ દેશના લોકો માટે ભાંગી પડી છું. જેમણે પોતાના શરીર વિશે નિર્ણય લેવાનો મૂળભૂત અધિકાર ગુમાવી દીધો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોસ્ટમાં આગળ લખ્યું છે- હા, મારું હૃદય તૂટી ગયું છે, એક કિશોરવયની છોકરી જે ઉત્સાહ અને વચનોથી ભરેલી છે, તે તેની શાળા પૂર્ણ કરી શકશે નહીં અથવા તે જે જીવન જીવવા માંગે છે તે જીવી શકશે નહીં, કારણ કે તેનું રાજ્ય તેના પર તેનો ચુકાદો આપશે. બાળક મેળવવાનો તેનો અધિકાર હવે તેને ગર્ભપાત કરાવવાની ફરજ પાડશે. માતા-પિતા તેમના બાળકનું ભવિષ્ય તેમની આંખો સમક્ષ બરબાદ થતા જોશે. હવે આરોગ્ય અધિકારીઓ પણ મદદ નહી કરી શકે, કારણ કે તેઓ જેલ જવાથી ડરશે.

પ્રિયંકા ચોપરાએ મિશેલની આ પોસ્ટ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે

અત્યારે પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો આ દિવસોમાં અભિનેત્રી તેના પતિ નિક જોનાસ સાથે રજાઓ માણી રહી છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે નિક જોનાસ સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. બંનેની રોમેન્ટિક તસવીરો પર તેમના ફેન્સે પણ ઘણી કોમેન્ટ કરી હતી.

આ સિવાય જો પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી પાસે બોલિવૂડ અને હોલીવુડ બંને પ્રોજેક્ટ છે. પ્રિયંકા પાસે હોલીવુડમાં સિટાડેટ છે, જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળશે.

Next Article