‘ભૂત બંગલા’માં અસરાની સાથેનો અનુભવ, પ્રિયદર્શને યાદ કર્યા અત્યાર સુધીની યાદો..

Bhoot Bangla Cast: અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા' હાલમાં ચર્ચામાં રહી છે. રિલીઝ થવામાં ફક્ત બે અઠવાડિયા બાકી છે. ત્યારે ફિલ્મ વિશે સતત નવી અપડેટ્સ આવી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને ફિલ્મ વિશે વાત કરી છે અને અસરાની સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.

ભૂત બંગલા’માં અસરાની સાથેનો અનુભવ, પ્રિયદર્શને યાદ કર્યા અત્યાર સુધીની યાદો..
| Edited By: | Updated on: Mar 28, 2026 | 7:11 PM

Bhoot Bangla Director Priyadarshan On Asrani : સાઉથ ફિલમોના દિગ્દર્શક પ્રિયદર્શન પણ બોલીવુડમાં પ્રભુત્વ ધરાવે છે. તેમની ફિલ્મોએ નોંધપાત્ર કલેક્શન બનાવ્યું છે અને દર્શકોને પુષ્કળ મનોરંજન પૂરું પાડ્યું છે.

પ્રિયદર્શનની આવનાર બે ફિલ્મો પર દેખાશે અસરાની

પ્રિયદર્શન ઘણી ફિલ્મો કર્યા બાદ હવે બોલીવુડમાં ભવ્ય પુનરાગમન માટે તૈયારી કરી રહ્યા હોય તેવું લાગે છે. લગભગ 100 ફિલ્મોનું દિગ્દર્શન કરનાર પ્રિયદર્શને અનેક બોલીવુડ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. હાલમાં, હેરા ફેરી 3 ફિલ્મ માટેની રાહ જોવાઈ રહી છે. જોકે પ્રિયદર્શન પાસે અગાઉથી રિલીઝ માટે બે અન્ય ફિલ્મો તૈયાર છે. ખાસ વાત એ છે કે બંનેમાં અક્ષય કુમાર છે. આ ઉપરાંત આ બંને ફિલ્મોમાં ‘અસરાની’ પણ ભૂમિકા ભજવશે, જે હવે આ દુનિયામાં નથી.

પ્રિયદર્શનની સાથે ઘણી ફિલ્મોમાં અસરાનીએ કર્યું છે કામ

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની જેમ, અસરાની પ્રિયદર્શનની ઘણી ફિલ્મોમાં જોવા મળતા રહ્યા છે. યોગાનુયોગ, અભિનેતાની છેલ્લી બે ફિલ્મો પણ પ્રિયદર્શન સાથે થઈ છે. પરંતુ કમનસીબે, તે મહાન હાસ્ય કલાકાર પોતે તે ફિલ્મો જોવા માટે હવે હજાર રહ્યા નથી.

અસરાનીના મૃત્યુના 3 દિવસ પહેલા થયું હતું પૂર્ણ શૂટિંગ

એક મુલાકાત દરમિયાન અસરાની વિશે વાત કરતા પ્રિયદર્શને જણાવ્યું હતું કે, ‘હું ભાગ્યશાળી છું કે મને અસરાની સાથે તેમની છેલ્લી બે ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો. મેં તેમની છેલ્લી ફિલ્મ તેમના અવસાનના ત્રણ દિવસ પહેલા જ શૂટ કરી હતી. તેમણે ‘હૈવાન’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. અસરાની એક સંપૂર્ણ અભિનેતા હતા અને તેમના કામનો તેઓ ખૂબ આનંદ માણતા હતા. સામાન્ય રીતે, જ્યારે પણ તેઓ સેટ પર આવતા ત્યારે વાતાવરણ જીવંત થઈ જતું.

કેટલાક લોકોને બદલી શકાતા નથી : પ્રિયદર્શન

આ ઉપરાંત પ્રિયદર્શને જણાવ્યું કે ‘મે તેમને અભિમાન અને કોશિષ જ્યારથી ફિલ્મોમાં કામ કર્યા ત્યારથી ઓળખું છું. તેઓ એક શાનદાર અભિનેતા અને મહાન હાસ્ય કલાકાર હતા. બીજો કોઈ અસરાની મળવો અશક્ય છે. અમરીશ પુરીના મૃત્યુ પછી પણ, મને તેમના વ્યક્તિત્વ, અવાજ અને સમય સાથેનો કોઈ અભિનેતા મળ્યો નથી. કેટલાક લોકો દંતકથાઓ હોય છે. તેમનું સ્થાન કોઈ લઈ શકતું નથી.

2025માં આ 5 ફિલ્મોએ કરી સૌથી વધુ કમાણી, જુઓ આ યાદીમાં ‘ધુરંધર’ કયા સ્થાને, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 7:11 pm, Sat, 28 March 26

Follow Us