સિત્તેરના દાયકાની આ લોકપ્રિય અભિનેત્રીએ 50 વર્ષ પછી ‘કોઈ શહેરી બાબુ’ પર કર્યો ડાન્સ, Viral VIDEO જોઈને લોકોને યાદ આવ્યો રેટ્રો સમય

|

Feb 05, 2023 | 12:24 PM

1970ના દાયકામાં બોલિવૂડની હિટ ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી મુમતાઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક રિયાલિટી શોમાં તેના હિટ ગીત કોઈ શહેરી બાબુ પર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે.

સિત્તેરના દાયકાની આ લોકપ્રિય અભિનેત્રીએ 50 વર્ષ પછી કોઈ શહેરી બાબુ પર કર્યો ડાન્સ, Viral VIDEO જોઈને લોકોને યાદ આવ્યો રેટ્રો સમય
actress mumtaz

Follow us on

જૂના ગીતોની વાત કંઈક બીજી છે. ચાહકો હજુ પણ 1970 અને 80 ના દાયકાના ગીતો અને કલાકારોને સાંભળવા અને જોવા માટે ઉત્સુક છે. આ દરમિયાન ઈન્ડિયન આઈડલ 13 એ ચાહકોની કેટલીક આવી જ યાદોને તાજી કરી છે. ખરેખર દિગ્ગજ અભિનેત્રી મુમતાઝ શોના આગામી એપિસોડમાં જોવા મળશે. આટલું જ નહીં તે શોમાં તેના હિટ ગીત ‘કોઈ શહેરી બાબુ’ પર ડાન્સ કરતી જોવા મળશે, પ્રોમો જોઈને ચાહકો ઉત્સાહિત છે.

આ પણ વાંચો : VIRAL VIDEO: શેરવાની પહેરીને એક વ્યક્તિએ કર્યો જબરદસ્ત ડાન્સ, લોકોએ કહ્યું- આગ લગા દી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

થોડાં કલાકો પહેલા ઇન્ડિયન આઇડલ 13ના આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં 1970ના દાયકાની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝ તેના હિટ ગીત ‘કોઈ શહેરી બાબુ’ પર ડાન્સ કરતી જોવા મળે છે. પ્રોમોમાં તે ઇન્ડિયન આઇડોલના સ્પર્ધકો સાથે ઓલ-બ્લેક આઉટફિટ પહેરીને અને ગોલ્ડન બંગડીઓ પહેરીને સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળે છે.

જુઓ, મુમતાજે લગાવ્યા ઠુમકા

વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, મુમતાઝ જીએ પોતાના નોસ્ટાલ્જિક મૂવ્સથી આઈડોલની સિઝન બદલી નાખી. 50 વર્ષ પછી એક્ટ્રેસનો આ ડાન્સ વીડિયો જોઈને ફેન્સને એક્ટ્રેસની ફિલ્મ યાદ આવી ગઈ છે. ચાહકો વીડિયો પર ઉત્સાહથી કરી રહ્યા છે કોમેન્ટ્સ. આટલું જ નહીં, કોમેન્ટમાં ઘણા બધા હાર્ટ ઇમોજી છે.

તમને જણાવી દઈએ કે, મુમતાઝ મૂળ ઈરાનની છે અને તેણે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે બ્રહ્મચારી (1968), રામ ઔર શ્યામ (1967), આદમી ઔર ઇન્સાન (1969) અને ખિલૌના (1970) જેવી ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. ફેન્સ હજી પણ તેના ગીતો અને ફિલ્મો જોવાનું પસંદ કરે છે.

Next Article