Virat kohli અને અનુષ્કા શર્મા પુત્રી ‘વામિકા’ સાથે એરપોર્ટ પર પહોંચવાની તસ્વીરો થઇ વાયરલ, જુઓ

|

Jun 03, 2021 | 2:19 PM

ટીમ ઇન્ડીયા (Team India) આજે ઇગ્લેંડ પહોંચી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ તેના પરિવાર સાથે ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) ખેડી રહ્યો છે. કોહલીને પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને દિકરી વામિકા (Vamika) સાડા ત્રણ મહિના લાંબા પ્રવાસમાં સાથ પુરાવશે.

Virat kohli અને અનુષ્કા શર્મા પુત્રી વામિકા સાથે એરપોર્ટ પર પહોંચવાની તસ્વીરો થઇ વાયરલ, જુઓ
Virat Kohli-Anushka-Vamika

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) આજે ઇગ્લેંડ પહોંચી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ તેના પરિવાર સાથે ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) ખેડી રહ્યો છે. કોહલીને પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને દિકરી વામિકા (Vamika) સાડા ત્રણ મહિના લાંબા પ્રવાસમાં સાથ પુરાવશે. જોકે અનુષ્કા શર્મા અને કોહલી પુત્રી વામિકાને મીડિયાથી દુર રાખી રહ્યા છે. બંને જણાં આ માટેનો શક્ય પ્રયાસ કરી રહ્યા છે. જોકે ફરી એકવાર વામિકાની તસ્વીર કેમેરામાં ક્લીક થઇ ગઇ છે.

ઇંગ્લેંડ પ્રવાસે પતિ સાથે જઇ રહેલી અનુષ્કા પુત્રી વામિકાને ખોળામાં રાખીને એરપોર્ટ પર નજર આવી હતી. સાથે પતિ કોહલી પણ હતો. આ દરમ્યાન કેમેરામાં ક્લીક થયેલી વામિકા સાથેની અનુષ્કાની તસ્વીર ખૂબ જ વાયરલ થવા લાગી છે. અભિનેત્રી અનુષ્કા ગત જાન્યુઆરી માસમાં માતા બની હતી. વિરાટ કોહલી અને અનુષ્કા એ મિડીયા કર્મીઓ અને કેમેરામેનોને એક પત્ર પાઠવ્યો હતો. જેમાં તેમની પુત્રીની તસ્વીર ક્લીક ના કરવા માટે અને તેનાથી પુત્રીને અલગ રાખવાની ઇચ્છા દર્શાવી હતી.

Virat Kohli-Anushka-Vamika

એરપોર્ટ પર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે અનુષ્કા પહોંચી હતી. બસમાંથી પતિ અને વામિકા સાથે અનુષ્કા નીચે ઉતરી એવી જ તેમની તસ્વીરો ક્લીક થઇ ગઇ હતી. તસ્વીરોમાં વામિકાના ચેહરાની ઝલક દેખાય છે. જે રીતે અનુષ્કાએ પુત્રીને ખોળામાં રાખી હતી, તેનાથી એ સ્પષ્ટ હતુ કે તસ્વીરથી તે કેટલી દુર રાખવા ઇચ્છે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Anushka-Vamika

વિરાટ કોહલી થોડાક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર વામિકાને લઇને વાત કરી હતી. જેમાં તેણે દિકરીને સોશિયલ મીડિયાથી દુર રાખવાન લઇને પણ વાત કહી હતી. તેણે કહ્યુ હતું કે, અમે દંપતિએ નક્કી કર્યુ છે કે, અમે ત્યાં સુધી દિકરીને બતાડવા નથી ઇચ્છતા. જ્યાં સુધી તે ખુદએ ના સમજી લે કે સોશિયલ મીડિયા શું હોય છે અને તેને લઇને તેના નિર્ણય પોતે લઇ શકે.

Next Article