AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandit Bhajan Sopori Passes Away: પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું નિધન, ગુરુગ્રામની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

વિશ્વભરમાં પોતાની કળા માટે પ્રખ્યાત પંડિત ભજન સોપોરીનું નિધન (Pandit Bhajan Sopori Died) થયું છે. ગુરુવારે 74 વર્ષની વયે બધાને અલવિદા કહી દીધું.

Pandit Bhajan Sopori Passes Away: પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું નિધન, ગુરુગ્રામની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Bhajan Sopori Passes Away
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 6:52 PM
Share

મનોરંજન જગતમાં આ દિવસોમાં શોકનું વાતાવરણ છે. એક પછી એક ખરાબ સમાચારોએ બધાને હચમચાવી દીધા છે. પહેલા પંજાબી સિંગર મૂસેવાલા (Sidhu Moose Wala), પછી બધાના ફેવરિટ બોલિવૂડ પ્લેબેક સિંગર કેકે, ત્યારબાદ હવે બીજા સમાચાર છે. લોકો કહે છે કે એવું લાગે છે કે જાણે કોઈની નજર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પર પડી હોય. વિશ્વભરમાં પોતાની કળા માટે પ્રસિદ્ધ પંડિત ભજન સોપોરીનું (Pandit Bhajan Sopori Died) નિધન થયું છે, તેમને ગુરુવારે બધાને અલવિદા કહી દીધું. થોડા દિવસ પહેલા જ સંતૂર વાદક શિવ કુમાર શર્માના નિધનથી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. જે બાદ હવે પંડિત ભજન સોપોરીની વિદાય મનોરંજન જગત માટે ખૂબ જ દુઃખદ સાબિત થઈ રહી છે.

વર્ષ 1948માં જન્મેલા પંડિતજીનું પૂરું નામ ભજનલાલ સોપોરી હતું. તેમનો જન્મ શ્રીનગરમાં થયો હતો અને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભજન સોપોરીએ પોતાની કળા દ્વારા કરિયરમાં ઘણું નામ કમાવ્યું હતું. પંડિત સોપોરીએ સંતૂરની કળા બીજે ક્યાંયથી નથી શીખી પરંતુ પોતાના ઘરમાં જ શીખી હતી. તેમણે આ કળાનું જ્ઞાન તેમના દાદા એસસી સોપોરી અને પિતા એસએન સોપોરી પાસેથી મેળવ્યું હતું. આ કળાનું જ્ઞાન તેમને વારસામાં મળ્યું હતું. આ સાથે પંડિત સોપોરી અન્ય કળાઓથી ભરપૂર હતા.

પંડિત સોપોરીને ગાવાનો પણ શોખ હતો

માત્ર વગાડવાનું જ નહીં, પંડિતને ભજન સોપોરી ગાવાનો પણ ખૂબ શોખ હતો. સંતૂર વગાડવાની સાથે તેણે ગાવાની શૈલી પણ પોતાના ઘરેથી મેળવી હતી.

શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન

પંડિત સોપોરી શિક્ષણ ક્ષેત્રે પણ ટોપર હતા. તેણે અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સ કર્યું હતું. એટલું જ નહીં, આ સિવાય તેણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકનો અભ્યાસ પણ કર્યો હતો. આ કારણથી તેમને શાસ્ત્રીય સંગીતનું પણ સારું જ્ઞાન હતું.

વગાડવાની અને ગાવાની કળા વારસામાં મળી હતી

તમને જણાવી દઈએ કે પંડિત સોપોરી સુફિયાના ઘરાનાથી હતા. તેમનો જન્મ કાશ્મીરમાં થયો હતો. ઘરમાં તેમણે દાદા અને પિતા પાસેથી વારસામાં મળેલી વગાડવાની અને ગાવાની કળાને આગળ વધારી. તેણે નટ યાન સંતૂન નામનું પોતાનું આલ્બમ સોંગ પણ બનાવ્યું. આ ઉપરાંત તેણે સોપોરી એકેડેમી ફોર મ્યુઝિક એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સ નામની પોતાની એકેડમી પણ સ્થાપી.

આ દેશભક્તિના ગીતોને ધૂન આપવામાં આવી

પંડિત સોપોરી ભારતના એકમાત્ર શાસ્ત્રીય સંગીતકાર છે. જેમણે સંસ્કૃતિ, અરબી અને ફારસી સાથે દેશની લગભગ તમામ ભાષાઓમાં ચાર હજારથી વધુ ગીતો આપ્યા છે. આ સાથે તેમણે દેશ માટે અનેક દેશભક્તિના ગીતોની ધૂન આપી છે. જેમાં કદમ કદમ બઢાયે જા, સરફરોશી કી તમન્ના, હમ હોંગે કામયાબ અને વિજયી વિશ્વ ત્રિરંગા પ્યારા પણ સામેલ છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">