નીતા અંબાણીએ હેલોવીન પાર્ટીમાં બોલિવૂડ અભિનેત્રીઓને આપી ટકકર, જુઓ વીડિયો

બોલિવુડની હેલોવીન પાર્ટીનો જશ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીપિકા પાદુકોણ, આર્યન ખાન અને નીતા અંબાણી જેવા સ્ટાર આ હેલોવીન પાર્ટીમાં મોજ કરતા જોવા મળ્યા હતા.

નીતા અંબાણીએ હેલોવીન પાર્ટીમાં બોલિવૂડ અભિનેત્રીઓને આપી ટકકર, જુઓ વીડિયો
| Updated on: Nov 02, 2025 | 12:33 PM

હેલોવીન પાર્ટીનો જશ્ન માત્ર વિદેશમાં જ નહી પરંતુ ભારતીય લોકોમાં પણ જોવા મળ્યો છે. વિદેશોમાં મનાવાતી મોજ મસ્તી આ ડરામણી પાર્ટીનો રંગ બોલિવુડ સ્ટાર પર જોવા મળ્યો હતો.હેલોવીન પાર્ટીમાં જો તમે પણ તમારા ફેવરીટ સ્ટારની રાહ જોઈ રહ્યા છો. તો આ રાહ તમારી દુર છે. સોશિયલ મીડિયા પર પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હેલોવીન પાર્ટીમાં માત્ર બોલિવુડ સ્ટાર જ નહી પરંતુ નીતા અંબાણીએ સૌનું જ દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર સ્ટાર ઓરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હેલોવીન પાર્ટી 2025નો વીડિયો શેર કર્યો છે. જેમાં બોલિવુડ સ્ટાર ખુબ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ ગ્રાન્ડ પાર્ટી મુંબઈમાં થયેલી હતી. જેમાં અંદાજે તમામ સ્ટાર જોવા મળ્યા છે.

નીતા અંબાણીએ બધી લાઇમલાઇટ ચોરી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. અનન્યા પાંડે પણ કોમેન્ટ કરી નીતા અંબાણીને વિજેતા જાહેર કરી હતી. નીતા અંબાણીએ હોલિવુડની સૌથી ક્લાસિક અને એલિગેન્ટ સ્ટાર ઓડ્રી હેપબર્નનો લુક પસંદ કર્યો હતો.

 

 

1961ની ફેમસ ફિલ્મ બ્રેકફાસ્ટ એન્ટ ટિફનીઝમાં ઓડ્રી હેબબર્નનો જે લુક હતો. આ વીડિયોમાં નીતા અંબાણી પણ જોવા મળી હતી. તેમણે બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસ,ગળામાં મોતિઓનો હાર અને માથા પર નાના-નાના ફ્રિંજ તેના લુકને વધુ ખાસ બનાવે છે.તમને જણાવી દઈએ કે, હેલોવિન પાર્ટીમાં શ્લોકા મહેતા અને આકાશ અંબાણી અંબાણી ધ એડમ્સ ફેમિલીના આઈકોનિક કપલ ગેોમેઝ એડમ્સ અને મોર્ટિસિયા એજમ્સના લુકમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન શ્લોકા મહેતા પોતાના મોર્ટિસિયા લુકમાં જોવા ણળી હતી.

શું છે હેલોવીન પાર્ટી

દુનિયામાં 195 જેટલા દેશ છે. આ તમામ દેશ અલગ અલગ સંસ્કૃતિ, તહેવારો અને પરંપરાને અનુસરે છે. કેટલાક તહેવારો એવા હોય છે જે ધીરે ધીરે બીજા દેશમાં પણ પ્રચલિત થઈ જતા હોય છે. આવો જ એક તહેવાર છે એટલે હેલોવીન. હેલોવીન પાર્ટી આજકાલ આખી દુનિયામાં આયોજિત કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને યુવાનો સુધી તમામ લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લેતા હોય છે. હેલોવીન પાર્ટીનો ઉદ્દેશ્ય પૂર્વજોની આત્માને શાંતિ પ્રદાન કરવાનો છે. તેને ઓલ સેન્ટસ એવ, ઓલ હેલોઝ ઈવ અને ઓલ હેલોવીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આવો છે મુંબઈ ઈન્ડિયન્સની માલિકનો પરિવાર, દરેક મેચમાં ટીમને સપોર્ટ કરવા પહોંચી જાય છે સ્ટેડિયમમાં અહી ક્લિક કરો