AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara Vignesh Love Story : નયનતારા અને વિગ્નેશ શિવનની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી, જાણો કેવી રીતે મળ્યા બંને?

નયનતારા (Nayanthara) અને વિગ્નેશ શિવનના જીવનમાં આજનો દિવસ સૌથી ખાસ છે. આજે બંને કપલે લગ્ન કરી લીધા છે. આ કપલ ઘણા સમયથી રિલેશનશિપમાં હતું.

Nayanthara Vignesh Love Story : નયનતારા અને વિગ્નેશ શિવનની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી, જાણો કેવી રીતે મળ્યા બંને?
Nayanthara
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 6:08 PM
Share

Nayanthara and Vignesh Love Story: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક નયનતારાએ (Nayanthara) તેના મંગેતર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા છે. વિગ્નેશ (Vignesh Shivin) અને નયનતારાએ આજે ​​એટલે કે 9 જૂને ચેન્નાઈના મહાબલીપુરમના શેરેટન ગ્રાન્ડમાં લગ્ન કર્યા હતા. બંને છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નયનતારાએ આ ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જો સાઉથની બેસ્ટ અભિનેત્રીનું નામ લેવામાં આવે તો તે યાદીમાં નયનતારાનું નામ ચોક્કસપણે સામેલ થશે. મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી નયનતારા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં છે. આવી સ્થિતિમાં આજે અમે તમને નયનતારા અને વિગ્નેશ શિવનની લવસ્ટોરી વિશે જણાવીએ.

આ રીતે નયનતારા અને વિગ્નેશની લવ સ્ટોરી શરૂ થઈ હતી

નયનતારા અને વિગ્નેશની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. અભિનેત્રી નયનતારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે. ફિલ્મ ‘ચંદ્રમુખી’ નયનતારાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી, જેને બોલીવુડમાં ભૂલ ભુલૈયા તરીકે રિમેક કરવામાં આવી હતી. ફિલ્મ નિર્માતા હોવા ઉપરાંત, નયનતારાના પતિ વિગ્નેશ શિવન દિગ્દર્શક, લેખક અને અભિનેતા પણ છે. બંને પહેલીવાર ફિલ્મ ‘નાનુમ રાઉડી ધન’ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન વિગ્નેશ કરી રહ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ વર્ષ 2016માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંનેએ પોતાના સંબંધો માટે સંમતિ આપી હતી. 5 વર્ષ પછી એટલે કે વર્ષ 2021માં બંનેએ સગાઈ કરી લીધી.

નયનતારાનું નામ ઘણા સ્ટાર્સ સાથે જોડવામાં આવ્યું છે

લગ્ન પહેલા અભિનેત્રી નયનતારાનું નામ ઘણા સ્ટાર્સ સાથે જોડાયું હતું. આ યાદીમાં પ્રખ્યાત નિર્દેશક અને કોરિયોગ્રાફર પ્રભુદેવનું નામ પણ જોડાયું છે. નયનતારા અને પ્રભુદેવા ફિલ્મ ‘વિલ્લુ’ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. વર્ષ 2010માં પ્રભુદેવાએ પણ નયનતારા સાથેના સંબંધોની કબૂલાત કરી હતી. બંને પણ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પ્રભુદેવ પહેલાથી જ પરિણીત હતા. બાદમાં નયનતારા અને પ્રભુદેવનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. પ્રભુદેવ પહેલા નયનતારાના એક્ટર સિમ્બુ સાથેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ હતી. કામ દરમિયાન નયનતારા અને સિમ્બુ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. પરંતુ બંનેનો સંબંધ થોડા મહિના જ ચાલ્યો અને તેમનું બ્રેકઅપ થઈ ગયું.

નયનતારા અને વિગ્નેશના લગ્ન મહાબલીપુરમમાં થયા હતા

અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. આ હાઈપ્રોફાઈલ લગ્ન ચેન્નાઈના મહાબલીપુરમના એક રિસોર્ટમાં થયા હતા. બંનેના લગ્નમાં માત્ર સાઉથ જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સે પણ એન્ટ્રી લીધી હતી. બંનેએ લગ્ન માટે તમિલનાડુના મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપ્યું હતું.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">