દિકરીઓ પરિવારનું અનમોલ રતન છે. જેના વગર ઘર અઘુરુ લાગે છે. તેમની સ્માઈલ અને પ્રેમ ઘરને ગુજતું કરી દે છે.આજે National Daughter’s Day છે સૌ કોઈ તેની લાડકવાયી દિકરીને તેમના સુંદર ભવિષ્ય માટે તેને આશીર્વાદ આપે છે. તો આજે આપણે કેટલીક એવી બોલિવુડ ફિલ્મો વિશે વાત કરીશું. જેમાં માતા-પિતા અને દિકરીના સંબંધોને ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો છે.
‘પીકુ’ એક ક્લાસિક ફિલ્મ છે જે પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોને ખૂબ જ મનોરંજક અને ભાવનાત્મક રીતે રજૂ કરે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની જોડી દર્શાવે છે કે કેવી રીતે એક દીકરી તેના વૃદ્ધ પિતાની સંભાળ રાખે છે અને તેમની વચ્ચેનો આ સ્નેહભર્યો સંબંધ હૃદયને સ્પર્શી જાય છે.
ઇરફાન ખાન અને રાધિકા મદન અભિનીત આ ફિલ્મ એક પિતા અને પુત્રીના સંબંધોની સુંદર સ્ટોરી છે. આ ફિલ્મમાં ઈરફાન ખાન એક સિંગલ ફાધરની ભૂમિકામાં છે, જે પોતાની દીકરીના સપનાને સાકાર કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરે છે.
જાન્હવી કપૂર અને પંકજ ત્રિપાઠી અભિનીત આ ફિલ્મ ભારતની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ ગુંજન સક્સેનાની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક પિતા પોતાની પુત્રીને તમામ મુશ્કેલીઓ છતાં તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ ફિલ્મમાં ઝાયરા વસીમ એક એવી છોકરીનું પાત્ર ભજવે છે જે સિંગર બનવાનું સપનું જુએ છે, જ્યારે તેના પિતા તેનો વિરોધ કરે છે. પરંતુ તેની માતાનો ટેકો તેણીની સૌથી મોટી શક્તિ બની જાય છે, તેણીને તેના સપના સાકાર કરવામાં મદદ કરે છે.
આમિર ખાન, ઝાયરા વસીમ અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ‘દંગલ’ એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં આમિર ખાન સમાજની પરવા કર્યા વિના પોતાની દીકરીઓને ચેમ્પિયન રેસલર્સ બનવાની તાલીમ આપે છે. આ ફિલ્મના ગીતો પણ ખુબ સુંદર છે. આ ફિલ્મ પણ એક સાચી સ્ટોરી પર બનાવવામાં આવી છે.
આ ફિલ્મોને ચાહકોએ ખુબ પ્રેમ પણ આપ્યો છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.