
સિનેમા જગતમાં સેલિબ્રિટિના ડેટિંગ અને લગ્નની ચર્ચા હંમેશા સોશિયલ મીડિયા પર થતી રહેતી હોય છે.સ્ટાર્સના લિંકઅપ અને અફેર વિશે ચર્ચા કોઈ મોટી વાત નથી. કેટલીક વખત આ ચર્ચાઓમાં કેટલીક અફવા સાચી પણ થાય છે. તો કેટલીક માત્ર રુમર્ડ રહી જાય છે. હવે આ લિસ્ટમાં મૃણાલ ઠાકુરનું નામ પણ સામેલ છે. તે પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે.
એવી ચર્ચા થઈ રહી છે કે, મૃણાલ ઠાકુર અને ધનુષ એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ આ વિશે બંન્નેમાંથી કોઈએ પુષ્ટિ કરી નથી. માત્ર ચર્ચાઓ થઈ રહી છે કે, બંન્ને રિલેશનશિપમાં છે. આ વચ્ચે અભિનેત્રીનું એક સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે. જેમાં તે ચોરી છુપાવવાની વાત કહી રહી છે. તો ચાલો જાણીએ શું કહ્યું મૃણાલે.
મૃણાલ ઠાકુરે ડેટિંગ રુમર્સ વચ્ચે એક સોશિયલ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોતાના કરિયરને લઈ ખુબ સમજી વિચારીને નિર્ણય લેવામાં વિશ્વાસ રાખે છે. અભિનેત્રીએ જણાવ્યું કે, વધારે જાણકારી શેર કરવામાં સાવધાની કેમ રાખે છે. મૃણાલ ઠાકુરે કહ્યું કે, હજુ તેના કરિયરમાં ઘણું બધું કરવાનું બાકી છે. કેટલાક એવા કામ છે. જેના પર તેમણે અત્યારસુધી કામ કર્યું નથી. પરંતુ આ વસ્તુઓ વિશે ત્યારે વાત કરશે. જ્યારે તે રિયલમાં કરશે.મૃણાલ ઠાકુરનું કહેવું છે કે, તે એ વસ્તુઓ પર વાત કરી તેને ખરાબ કરવા માંગતી નથી. તે નજર પર ખુબ વિશ્વાસ રાખે છે અને તેમણે કહ્યું ખુબ નજર લાગે છે.
આ સાથે જો મૃણાલ ઠાકુરના ડેટિંગ રુમર્સની આપણે વાત કરીએ તો ત્યારથી ચર્ચાઓ થઈ હતી. જ્યારે અભિનેત્રી 1 ઓગસ્ટના રોજ પોતાના જન્મદિવસ પર ધનુષ સાથે જોવા મળી હતી. આ સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેની સાથે ધનુષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રીએ ધનુષનો હાથ પકડ્યો છે. બંન્ને વાતચીત કરતા જોવા મળ્યા હતા. મૃણાલ કો-એક્ટરના કાનમાં વાતો પણ કરી રહી છે. આ સિવાય મૃણાલ અને ધનુષની ડેટિંગની અફવા ત્યારથી શરુ થઈ જ્યારે ધનુષને અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદાર-2ની સ્ક્રીનિંગમાં મૃણાલ ઠાકુર સાથે જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, અભિનેતા ધનુષ સાઉથ સુપરસ્ટાર છે. 2002માં તેમણે રજનીકાંતની દીકરી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. 18 વર્ષ પછી 2024માં બંન્નેએ છૂટાછેડા લીધા હતા. આ લગ્નથી તે 2 બાળકોનો પિતા પણ છે.