Viral Video : શાહિદ કપૂરની ગિફ્ટ જોઈને ગુસ્સાથી લાલઘુમ થઈ મીરા, કહ્યું- ફેક ગિફ્ટ્સ…

|

Feb 07, 2023 | 8:51 AM

Viral Video : મીરા કપૂર અને શાહિદ કપૂરના વીડિયો હંમેશા ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. હાલમાં જ આ કપલનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેનો ભાઈ ઈશાન પણ સામેલ છે.

Viral Video : શાહિદ કપૂરની ગિફ્ટ જોઈને ગુસ્સાથી લાલઘુમ થઈ મીરા, કહ્યું- ફેક ગિફ્ટ્સ...
shahid kapoor mira rajput

Follow us on

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર તેની આગામી એમેઝોન ઓરિજિનલ સિરીઝ ‘ફર્ઝીને લઈને ઘણો ઉત્સાહિત છે. શાહિદ કપૂરની આ સિરીઝ 10 ફેબ્રુઆરીએ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, શાહિદ વાસ્તવિક જીવનમાં પણ નકલી બની ગયો છે. નકલી હોવાના કારણે શાહિદે તેની પત્ની અને ભાઈને નિશાન બનાવ્યા હતા. શાહિદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. હકીકતમાં તાજેતરમાં પ્રાઇમ વીડિયોએ યુટ્યુબ પર ફર્ઝી અભિનેતા શાહિદ કપૂરનો એક ફની વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો : 2023નો મહાડોઝ…OTT પર એન્ટટેઈનમેન્ટની ધમાલચોકડી, આ ફિલ્મો-વેબસિરીઝ થશે રિલીઝ

ગિફ્ટના કર્યા વખાણ, પરંતુ છેલ્લે આવ્યો ટ્વીસ્ટ

પ્રાઈમ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં શાહિદની પત્ની મીરા રાજપૂત અને તેનો ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળે છે. મીરા તેના દેવર સાથે બેસીને વાત કરતી જોવા મળે છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, મીરા અને ઈશાનની સામે કેટલીક ગિફ્ટ આપવામાં આવી છે. તેને આ ગિફ્ટ્સ શાહિદ તરફથી મળી છે. ભાભી અને દેવર બંને શાહિદ કપૂરના વખાણ કરી રહ્યા છે પરંતુ અચાનક વાર્તામાં ટ્વિસ્ટ આવે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

‘ફર્ઝી’ ભેટ

વાસ્તવમાં શાહિદ કપૂરે તેની પત્ની અને ભાઈને ભેટ આપી છે પરંતુ આ ભેટો નકલી છે. મીરાને મોકલવામાં આવેલા ફૂલો નકલી છે, તેવી જ રીતે ઈશાનને મળેલી ચોકલેટ ચિપ કૂકીઝ પણ નકલી છે. આ નકલી ગિફ્ટ્સ જોઈને બંનેને શાહિદ પર ગુસ્સો આવે છે. મીરાને પણ ડર છે કે આમાંથી ઘણી ગિફ્ટ નકલી તો નથી ને, બંને ગુસ્સામાં શાહિદને બોલાવે છે.

શાહિદ કપૂરે પરિવારને મોકલી નકલી ભેટ

જ્યારે મીરા અને ઈશાન શાહિદનો મુકાબલો કરે છે, ત્યારે બોલિવૂડ એક્ટર રમુજી રીતે કહે છે કે, આ ગિફ્ટ તેને શાહિદ કપૂરે નહીં પરંતુ સનીએ મોકલી હતી. આ વેબ સિરીઝમાં શાહિદ કપૂર સાથે ઘણા પ્રખ્યાત કલાકારો સામેલ છે. આ સીરીઝમાં વિજય સેતુપતિ, રાશિ ખન્ના, કે કે મેનન, ભુવન અરોરા, રેજીના કેસાન્ડ્રા અને અમોલ પાલેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. D2R ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ સિરીઝ 10 ફેબ્રુઆરી 2023થી ભારતમાં અને 240થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

Next Article