હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો, ભાજપની આ અભિનેત્રી સામે લડી શકે છે ચૂંટણી
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં હવે નવા નવા ચહેરા રાજકારણમાં આવી રહ્યા છે. હવે હરિયાણાની જાણીતી ડાંસર અને અભિનેત્રી સપના ચૌધરી હવે રાજકારણના મેદાનમાં જોવા મળશે. સપના ચૌધરી લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે. આ પણ વાંચો : ભાજપે વડોદરા બેઠક પરથી ઉમેદવારનું નામ કર્યુું જાહેર, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક બેઠક […]

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં હવે નવા નવા ચહેરા રાજકારણમાં આવી રહ્યા છે. હવે હરિયાણાની જાણીતી ડાંસર અને અભિનેત્રી સપના ચૌધરી હવે રાજકારણના મેદાનમાં જોવા મળશે. સપના ચૌધરી લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે.
સપના ચૌધરીએ દિલ્હીમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરના ઘરે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. આ સાથે જ સપના અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તેને મથુરાથી મેદાનમાં ઉતારી શકે છે. જો આમ થશે તો તે ઉત્તર પ્રદેશમાં મથુરા બેઠકથી ભાજપના નેતા અને બોલિવુડના પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની સામે ટકરાશે.
Popular Haryanvi singer-dancer Sapna Choudhary joins #Congress party, may contest from #Mathura#TV9News #LokSabhaElections2019 pic.twitter.com/G8y6oxZIUd
— Tv9 Gujarati (@tv9gujarati) March 24, 2019
યૂપી અને બિહારમાં સપનાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેને જોઈ કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે. જેથી ભાજપ માટે ત્યાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાને તેના પહેલા ગીતે જ સુપરસ્ટાર બનાવી દીધી હતી. ગીતના બોલ હતા ‘સોલિડ બોડી’. એક જ ગીતથી સપના માત્ર હરિયાણા જ નહી પરંતુ યૂપી, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં પણ ફેમસ થઈ ગઈ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]