AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી સિરિયલ ઇમલીના સેટ પર મજૂરનું થયું મોત, જાણો શું બની હતી ઘટના

ટીવી સિરિયલ ઇમલીના સેટ પર એક દર્દનાક અકસ્માત થયો છે. શૂટિંગ દરમિયાન સેટ પર હાજર એક વર્કરને વીજળીનો કરંટ લાગ્યો હતો જેના ના કારણે તેનું મોત થયું. જાણો સિરિયલના શૂટિંગને શું થઈ અસર.

ટીવી સિરિયલ ઇમલીના સેટ પર મજૂરનું થયું મોત, જાણો શું બની હતી ઘટના
tv serial Imli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 9:36 AM
Share

એક તરફ આખું મુંબઈ ગણપતિ બાપ્પાના આગમનની ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ ઇમલીના સેટ પરથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી, ગોરેગાંવ, મુંબઈમાં ઇમલી સિરિયલના સેટ પર એક મજુર ઇલેક્ટ્રિક શોકને કારણે ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને હોસ્પિટલમાં લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાં તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : Women’s Day 2022: અનુપમા અને ઈમલી સહિત ટીવીની આ 5 વહુઓને ‘પાવરફુલ લેડીઝ’નું ટેગ મળ્યું છે

જો કે નેટવર્કે આ અંગે સ્ટાર પ્લસ અને ઇમલીની ટીમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચેનલ કે ટીમે આ ઘટના અંગે કોઈ ઓફિશિયલ પુષ્ટિ કરી નથી.

આ રીતે બની હતી ઘટના

મૃત્યુ પામનારા વ્યક્તિનું નામ મહેન્દ્ર હતું. તે ઘણા સમયથી ઇમલીના સેટ પર કામ કરી રહ્યો હતો. 28 વર્ષીય મહેન્દ્ર થોડાં સમય પહેલા તે જ સેટ પર વીજ કરંટ લાગ્યો હતો જ્યાં 19 સપ્ટેમ્બરે અકસ્માત થયો હતો. મહેન્દ્રએ તેના મિત્રોને ચેતવણી આપી હતી અને ત્યાં ન જવાની સલાહ આપી હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે મહેન્દ્ર શ્વાસ લઈ રહ્યા હતા. પ્રોડક્શન ટીમ તરત જ તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ મહેન્દ્રનું રસ્તામાં જ મોત થઈ ગયું.

View this post on Instagram

A post shared by StarPlus (@starplus)

(Credit Source : Starplus)

ઇમલી સિરિયલનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું

આ દુર્ઘટના બાદ ઇમલીનું શૂટિંગ લાંબા સમય સુધી રોકી દેવામાં આવ્યું હતું. જો કે મહેન્દ્ર ત્યાં શા માટે ગયો અને તેનો અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. માત્ર ઇમલી જ નહીં પરંતુ ફિલ્મોની સાથે ઘણી હિન્દી અને મરાઠી ટીવી સિરિયલો અને રિયાલિટી શોનું શૂટિંગ ફિલ્મસિટીમાં જ થાય છે. 520 એકરમાં ફેલાયેલી આ ફિલ્મ સિટીમાં લગભગ 16 સ્ટુડિયો અને 42 આઉટડોર શૂટિંગ લોકેશન છે અને લોકોને પરવાનગી વિના અહીં પ્રવેશવાની મંજૂરી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
g clip-path="url(#clip0_868_265)">