AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ભેડિયા’ ફિલ્મનું ગીત ‘ઠુમકેશ્વરી’ થયું રીલિઝ, ‘સ્ત્રી’ના કેમિયો ગીતમાં લગાવ્યા ચાર ચાંદ

બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનનની અપકમિંગ ફિલ્મ 'ભેડિયા'નું (Bhediya) બીજું ગીત રીલિઝ થઈ ગયું છે. ગીત રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર આ ગીત છવાઈ ગયું છે.

'ભેડિયા' ફિલ્મનું ગીત 'ઠુમકેશ્વરી' થયું રીલિઝ, 'સ્ત્રી'ના કેમિયો ગીતમાં લગાવ્યા ચાર ચાંદ
Shraddha KapoorImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 6:41 PM
Share

બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનન છેલ્લા ઘણા દિવસોથી તેમની અપકમિંગ ફિલ્મ ‘ભેડિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંને સ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતા નથી. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે, ત્યારથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે. ‘ભેડિયા’ના ટ્રેલરને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જે બાદ ફેન્સની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. આ ફિલ્મને અમર કૌશિષે ડાયરેક્ટ કરી છે. લોકો તેમની ફિલ્મના આ ટ્રેલરની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ છે કે વરુણ ધવન વરુના રોલમાં જોવા મળશે. એક માણસ જે પોતાની ઈચ્છાથી વરુ બની શકે છે. સરળ ભાષામાં કહીયે તો ઈચ્છાધારી વરુ.

આ દરમિયાન મેકર્સે ‘ભેડિયા’નું આજે ​બીજું ​ગીત રીલિઝ કર્યું છે. ગીતનું નામ છે ‘ઠુમકેશ્વરી’. આગલા દિવસે વરુણ ધવને ગીતનું ટીઝર શેયર કર્યું હતું અને જાણકારી આપી હતી કે આ ગીત આજે રીલિઝ થશે. હવે આ ગીત આજે રીલિઝ થઈ ગયું છે. જેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ગીતને જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે આ એક આઈટમ સોન્ગ છે. જેને ફિલ્મમાં વાર્તાના બેકગ્રાઉન્ડને લાઈમલાઈટ આપવા માટે એડ કરવામાં આવ્યું છે.

આ ગીતમાં વરુણ ધવન અને કૃતિ સેનનની કેમેસ્ટ્રી બધાનું ધ્યાન ખેંચી રહી છે. પરંતુ ગીતમાં જેણે ચાર ચાંદ લગાવ્યા છે તે બીજું કોઈ નહીં પણ સ્ત્રી એટલે કે શ્રદ્ધા કપૂર છે. ગીતમાં બેકગ્રાઉન્ડનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કૃતિ સેનન અલગ-અલગ પ્રકારના કોસ્ચ્યુમમાં જોવા મળી રહી છે. શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો એક્ટ્રેસ તેની ફિલ્મ સ્ત્રી વાળા ગેટઅપમાં જોવા મળે છે. પરંતુ શ્રદ્ધા લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની એક ઝલક ગીતમાં ચાર ચાંદ લગાવે છે.

તમને જણાવી દઈએ કે આ ગીત સચિન જીગરે કમ્પોઝ કર્યું છે. કૃતિ અને વરુણે પણ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીત શેયર કર્યું છે. ગીતને શેયર કરતા કૃતિએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, વર્ષની સૌથી મોટું ઠુમકા એન્થમ આ રહી. ‘ઠુમકેશ્વરી’ સાથે ડાન્સ કરો. આ ફિલ્મનું બીજું ગીત છે. આ પહેલા ફિલ્મનું ગીત જંગલ મેં કાંડ રીલિઝ થયું હતું, જે બધાને ખૂબ પસંદ આવ્યું હતું. ફિલ્મની વાર્તા હોરર કોમેડી પર આધારિત છે. ‘ભેડિયા’ને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. દિનેશ વિજને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">