Sidharth Kiara Wedding : લગ્ન માટે જેસલમેર પહોંચ્યા કિયારા અને સિદ્ધાર્થ, જુઓ Viral Video

|

Feb 04, 2023 | 5:08 PM

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Kiara Sidharth wedding) 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા માટે તૈયાર છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન માટે જેસલમેર પહોંચ્યા છે, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કિયારા અડવાણી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી.

Sidharth Kiara Wedding : લગ્ન માટે જેસલમેર પહોંચ્યા કિયારા અને સિદ્ધાર્થ, જુઓ Viral Video
Kiara Sidharth wedding
Image Credit source: Social Media

Follow us on

બોલિવૂડ કલાકારો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભલે તેમના લગ્નની પુષ્ટિ કરી ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર કપલના ખાસ દિવસ વિશે વાત કરવામાં આવી રહી છે. લગ્નના સ્થળથી લઈને મેનુ સુધી ચર્ચાઓ ચાલી રહી છે, હવે એવી વાત સામે આવી છે કે સેલિબ્રિટી મહેંદી આર્ટીસ્ટ વીણા નાગડા કિયારા અડવાણીના હાથ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની સુંદર મહેંદી લગાવશે. હાલમાં જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેસલમેર પહોંચ્યા છે.

લગ્ન માટે જેસલમેર પહોંચી કિયારા અડવાણી

બોલિવૂડ સ્ટાર કિયારા અડવાણી ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. એક્ટ્રેસ કિયારા અડવાણી પણ તેના ગ્રાન્ડ ઈન્ડિયન વેડિંગ માટે રાજસ્થાનના જેસલમેર પહોંચી ગઈ છે. જ્યાં એક્ટ્રેસના લગ્ન ધૂમધામથી સૂર્યગઢ પેલેસમાં થવાના છે. હવે એક્ટ્રેસ રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં એક્ટ્રેસ તેના મિત્ર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે લગ્નના ફંક્શન માટે પહોંચી છે. કિયારાના ફેસ પર ગ્લો જોવા મળે છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

કલરફુલ ચશ્મા પહેરેલી જોવા મળી કિયારા અડવાણી

એક્ટ્રેસ કિયારા અડવાણી તેના લગ્નના 2 દિવસ પહેલા રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ પર પહોંચી ગઈ છે. જ્યાંથી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દુલ્હન બનતા પહેલા એક્ટ્રેસ કિયારા અડવાણીએ સફેદ સૂટ સાથે ખૂબ જ સુંદર ગુલાબી રંગની શાલ પહેરી હતી.

આ દરમિયાન એક્ટ્રેસ કિયારા અડવાણી કલરફુલ ચશ્મા પહેરીને મીડિયાની વચ્ચે જોવા મળી હતી. એક્ટ્રેસ કિયારા અડવાણી અહીં જેસલમેર એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે જોવા મળી હતી. આ દરમિયાન કિયારા અડવાણી મીડિયાકર્મીઓ સામે શરમાતી જોવા મળી હતી.

આ પણ વાંચો : Kiara Advaniના હાથોમાં આ આર્ટીસ્ટ લગાવશે સિદ્ધાર્થના નામની મહેંદી, જેને અંબાણી પરિવારની વહુના પણ સજાવ્યા હતા હાથ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા માટે તૈયાર છે. તેઓએ આ પહેલા ક્યારેય તેમના લગ્ન અથવા સંબંધ વિશે કંઈપણ કહ્યું નથી. પરંતુ લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થઈ રહ્યા છે. કપલે મહેમાનો માટે લગભગ 80 રૂમ બુક કરાવ્યા હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ આ કપલે રામ ચરણ, કરણ જોહર, શાહિદ કપૂર, વરુણ ધવન, ઈશા અંબાણી, મનીષ મલ્હોત્રા, સલમાન ખાન અને અન્ય ઘણા મોટા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે.

Next Article