
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) ની ફિલ્મ ટોક્સિક (Toxic) ને લઈને રિલીઝ પહેલા ખૂબ જ અપેક્ષાઓ હતી. ફિલ્મમાં કિયારા સાથે યશ (Yash), નયનતારા (Nayanthara) અને તારા સુતારિયા (Tara Sutaria) જેવા કલાકારો નજરે પડ્યા હતા.
મોટા કલાકારો અને મોટું બજેટ હોવા છતાં ફિલ્મની બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી ન થઈ. ફિલ્મના કલેક્શનને લઈને સતત ચર્ચા થતી રહી. એવામાં હવે કિયારાએ ફિલ્મમાં પોતાના કામ અને શૂટિંગના અનુભવને લઈને વાત કરી છે.
એક્ટ્રેસ કિયારા એકવાર ફરીથી ફિલ્મ ટોક્સિકને લઈને ખબરોમાં આવી ગઈ છે. તેનું કારણ કિયારા અડવાણીનો તાજેતરમાં આપેલો ઇન્ટરવ્યુ છે. કિયારા અડવાણીએ ફિલ્મ ટોક્સિક (Toxic) માં નાદિયાનો કિરદાર નિભાવતા એક ખાસ સીનના શૂટિંગનો અનુભવ શેર કર્યો છે. Harper’s Bazaar ને આપેલા ઇન્ટરવ્યુમાં કિયારાએ જણાવ્યું કે, ‘મેં મારું બધું જ તે સીનમાં લગાવી દીધું હતું.’
કિયારાએ આગળ જણાવ્યું કે, શૂટિંગ પછી ભલે તે ખરાબ રીતે થાકી ગઈ હતી પરંતુ તેણે પોતાની અંદરનું બધું જ તે સીનમાં આપી દીધું છે. એક્ટ્રેસે એ પણ યાદ કર્યું કે, જ્યારે સીન પૂરો થયો ત્યારે આખી કાસ્ટ અને ક્રૂ મોનિટર પાસે એકઠા થઈ ગયા હતા. બધાએ સાથે બેસીને તે ફાઇનલ સીન જોયો અને કિયારા માટે તે ક્ષણ આજે પણ ખૂબ જ ખાસ છે. જો કે, તેણે ફિલ્મ અંગે થયેલી ટીકા કે બોક્સ ઓફિસ પર નબળા પ્રદર્શન વિશે આ ઇન્ટરવ્યુમાં કોઈ વાત ન કરી.
આ જ ઇન્ટરવ્યુમાં કિયારાએ કહ્યું કે, એક એક્ટ્રેસ તરીકે તે પોતાને કોઈ એક મર્યાદામાં બાંધી રાખવા નથી માગતી. તે એવા કિરદાર કરતી રહેવા માગે છે કે, જે તેને પડકાર આપે. કિયારાએ કહ્યું, ‘હું મારી આસપાસ કોઈ મર્યાદા નથી બનાવવા માગતી.’ તેણે આગળ કહ્યું કે, દરેક પડકારજનક કિરદાર તેના માટે આગળ કંઈક નવું કરવાની તક વધારે.
યશ (Yash) પણ અત્યાર સુધી ‘ટોક્સિક’ ની નિષ્ફળતા પર સીધી રીતે કોઈ રિએક્શન નથી આપ્યું. યશના મિત્ર જયદેવ મોહને જણાવ્યું કે, ફિલ્મને મળેલા રિએક્શન્સથી એક્ટર ખૂબ જ દુઃખી હતા.