અમિતાભ બચ્ચને યુવકોને કહ્યું, દુનિયાની બધી તારીખ ભૂલી જજો પરંતુ આ એક તારીખ યાદ રાખજો

અમિતાભ બચ્ચનને શો દરમિયાન પુરુષોને એક તારીખ ન ભૂલવાની સલાહ આપી હતી. તેમણે મજાકના અંદાજમાં શો જોઈ રહેલા તમામ પુરુષોને એક ચેતવણી આપી હતી કે, આ તારીખ ક્યારે ન ભૂલતા. તો ચાલો જાણીએ આખરે આ તારીખ કઈ છે.

અમિતાભ બચ્ચને યુવકોને કહ્યું, દુનિયાની બધી તારીખ ભૂલી જજો પરંતુ આ એક તારીખ યાદ રાખજો
Image Credit source: AI
| Updated on: Aug 31, 2026 | 8:44 AM

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં પોતાના ફેમસ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 18ને લઈ ચર્ચામાં છે. અનેક સ્પર્ધકો આવી કરોડો રુપિયા જીતી પોતાને ઘરે પણ પહોંચી ચૂક્યા છે. શોના અનેક પ્રોમો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. ત્યારે કૌન બનેગા કરોડપતિ 18ના હાલના એપિસોડમાં અમિતાભ બચ્ચને લગ્નને લઈ એક શાનદાર વાત કહી હતી.

અભિનેતાએ શો દરમિયાન ખાસ કરીને જે પુરુષના લગ્ન થઈ ચૂક્યા છે. તેમને એક તારીખ ન ભૂલવાની સલાહ આપી હતી. તેમણે મજાકના અંદાજમાં શો જોઈ રહેલા તમામ પુરુષોને ચેતવણી આપી કે, જો કોઈ પતિ પોતાના લગ્નની તારીખ ભૂલી જાય છે. તેમને તેમણે ચંપલ,શૂઝ અને વેલણ માટે તૈયાર રહેવું જોઈએ.

ક્યારે પણ તમારા લગ્નની તારીખ ન ભૂલો

કૌન બનેગા કરોડપતિ 18ના એક એપિસોડમાં અમિતાભ બચ્ચન મજાકના અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે શો દરમિયાન કહ્યું તમામ પતિઓને કહી રહ્યો છું. ધ્યાનથી સાંભળો. જે દિવસે તમારા લગ્ન થયા છે. દુનિયાની તમામ તારીખ ભૂલી જજો પરંતુ આ એક તારીખ ક્યારે પણ ભૂલતા નહી. તેમણે આગળ કહ્યું આ ખુબ જરુરી તારીખ છે. પત્નીઓની આદત હોય છે કે, તેઓ વારંવાર પુછે છે. શું તમને આપણી લગ્નની તારીખ યાદ છે. આપણા લગ્ન ક્યારે થયા હતા?

પરિવારનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું

કેબીસી 18ના આ એપિસોડમાં એક સ્પર્ધકે અમિતાભ બચ્ચને પુછ્યું કે, શું તેની પત્ની જયા બચ્ચન તેના કામમાંથી પરત ફરવાની રાહ જુએ છે. આના પર અમિતાભ બચ્ચને કહ્યું જ્યા સહિત આખો પરિવાર પોતાના કામના શેડ્યુલ વિશે જણાવતા રહે છે. જેનાથી તમામ સાથે જમવાનો પ્લાન બનાવી શકે. અમિતાભ બચ્ચને કહ્યું જ્યારે હું ઉઠું છુ. અમે અમારા પરિવારનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં હાથ જોડીને નમસ્કારનો મેસેજ મોકલું છું. પછી હું તેમને કહું છું કે, મારું શૂટ છે. અને મને ઘરે આવતા મોડું થશે. એટલા માટે જમવા માટે મારી રાહ ન જુએ. બધાને પહેલાથી જણાવી દઉં છું એટલા માટે બચી જાવ છું.

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.