Bhool Bhulaiyaa 2 : થિયેટરમાં ‘ભૂલ ભુલૈયા 2’ ફિલ્મ જોતી વખતે લોકોએ કર્યું આવું કામ, વાયરલ થઈ ગયો Video

|

May 27, 2022 | 1:06 PM

કાર્તિક આર્યનની (Kartik aaryan) ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' નો જાદુ તેના ફેન્સ પર જોરદાર રીતે ચાલ્યો છે. હવે એક વાયરલ થયો છે. જેણે કાર્તિક આર્યનનું પણ દિલ જીતી લીધું છે.

Bhool Bhulaiyaa 2 : થિયેટરમાં ભૂલ ભુલૈયા 2 ફિલ્મ જોતી વખતે લોકોએ કર્યું આવું કામ, વાયરલ થઈ ગયો Video
Kartik aaryan
Image Credit source: outlookindia

Follow us on

Bhool Bhulaiyaa 2:  બોલિવૂડ એકટર કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2) બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ફેન્સ તરફથી આ ફિલ્મને જબરદસ્ત રીસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ના ટાઈટલ સોન્ગમાં કાર્તિક આર્યનનો જીક-જેક સ્ટેપ ઘણો ફેમસ થઈ રહ્યો છે. હાલમાં, થિયેટરમાં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ જોતી વખતે કેટલાક ફેન્સે કઈક એવું કર્યું કે જેનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ ગયો.

કાર્તિકના ફેન્સે થિયેટરમાં કર્યું આ કામ

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ ઈન્સટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કાર્તિક આર્યનના કેટલાક ફેન્સ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ના ટાઈટલ સોન્ગ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયો સોશ્યિલ મીડિયામાં ઘણો શેર થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ‘ભૂલ ભુલૈયા 2’ નું ટાઈટલ સોન્ગ શરુ થતા જ ફેન્સ ઉત્સાહિત થઈ ગયા અને ડાન્સ કરવા લાગ્યા. બે છોકરીઓ ‘ભૂલ ભુલૈયા 2’ ના ટાઈટલ સોન્ગ પર ડાન્સ કરી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ફેમસ થઈ રહ્યો છે કાર્તિક આર્યનનો જીક-જેક સ્ટેપ

આ પહેલા કાર્તિક આર્યનને પણ પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં યુગાંડાના કેટલાક છોકરાઓ ‘ભૂલ ભુલૈયા 2’ ના સોન્ગ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. તેઓ કાર્તિક આર્યનના જીક-જેક સ્ટેપને કોપી કરી રહ્યાં છે. તંજાનિયાના એક ફેમસ ઈન્ટરનેટ સેલિબ્રિટી કિલી પોલ પણ આ સોન્ગ પર ડાન્સ કરી રહ્યાં છે. જેનો વીડિયો પણ કાર્તિક આર્યને શેર કર્યો છે.

બોક્સ ઓફિસ પર કરી ઝડપી કમાણી

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ એ હમણાં સુઘી 84 કરોડથી વધારેની કમાણી કરી છે. ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ એ શુક્રવારે 14.11 કરોડ, શનિવારે 18.34 કરોડ, રવિવારે 23.51 કરોડ, સોમવારે 10.75 કરોડ, મંગળવારે 9.56 કરોડ, બુધવારે 8.51 કરોડની કમાણી કરી હતી. તેની લોકપ્રિયતાને જોતા એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ લાંબા સમય સુધી સિનેમાઘરોમાં ચાલશે. અને ખુબ જલ્દી 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી જશે. આ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ માં કાર્તિક આર્યન, કિયારા અડવાની, તબ્બુ, રાજપાલ યાદવ, પરેશ રાવલ જેવા કલાકારોએ અભિનય કર્યો છે.

 

Next Article