Karnataka CM Breaks Down: રક્ષિત શેટ્ટીની ફિલ્મ 777 ચાર્લી જોઈને રડવા લાગ્યા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, જુઓ ફોટો
રક્ષિત શેટ્ટીની ફિલ્મ ‘એનિમલ લવર્સ’ને (Animal's Lover) ઘણી પસંદ કરવામાં આવી રહી છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ તેમના માટે આયોજિત સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રક્ષિતની 777 ચાર્લી ફિલ્મ જોઈ હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ (Basavaraj Bommai) પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. 13 જૂનના રોજ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કન્નડ સુપરસ્ટાર રક્ષિત શેટ્ટીની નવી ફિલ્મ 777 ચાર્લી જોઈ હતી. એક કૂતરા અને માણસની મિત્રતાની આ કહાની જોઈને કર્ણાટકના સીએમ ખૂબ જ ભાવુક થઈ ગયા. રક્ષિત શેટ્ટીની (Rakshit Shetty) ફિલ્મ 777 ચાર્લીમાં હીરો અને તેના કૂતરા વચ્ચેના સંબંધને પડદા પર સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. આ મોટા બજેટની ફિલ્મને મેકર્સે સમગ્ર ભારતમાં રિલીઝ કરી છે. 10 જૂન 2022ના રોજ આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી.
અહીં જુઓ ફોટો
પોતાના આંસુ રોકી ન શક્યા સીએમ
જ્યારે સીએમ બસવરાજ બોમાઈએ 777 ચાર્લીને જોયો ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં. સીએમને રડતા જોઈને ત્યાં હાજર તમામ લોકો થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. આ ફિલ્મ જોઈને સીએમ બસવરાજ બોમાઈને પણ પોતાના કૂતરાની યાદ આવી અને તેની યાદમાં તે ખૂબ જ ભાવુક થઈ ગયા. ફિલ્મ 777 ચાર્લીના સ્ક્રિનિંગની મુખ્યમંત્રીની એક તસવીર સામે આવી રહી છે, જેમાં તેઓ ફિલ્મ જોઈને રડી રહ્યા છે.
ફિલ્મના થયા ખૂબ વખાણ
રિપોર્ટ મુજબ સીએમ બોમાઈને રક્ષિત શેટ્ટીની આ ફિલ્મ પસંદ આવી હતી અને તેણે ફિલ્મના નિર્માતાઓની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી. આટલું જ નહીં તેણે દરેક લોકોને તે જોવાની વિનંતી પણ કરી હતી. આ વિશે વાત કરતાં સીએમએ કહ્યું કે કૂતરા વિશે ઘણી ફિલ્મો બની છે, પરંતુ આ ફિલ્મમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેની સંવાદિતાને યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કૂતરો તેની આંખો દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. ફિલ્મ સારી છે અને બધાએ જોવી જ જોઈએ. આ બિનશરતી પ્રેમ વિશે છે, કૂતરો બિનશરતી પ્રેમ કરે છે.
ડોગ લવર છે કર્ણાટકના સીએમ
બોમાઈ પોતે ડોગ લવર છે. ગયા વર્ષે તેના પાલતુ કૂતરાના મૃત્યુ બાદ તેમનું દિલ તૂટી ગયું હતું. વિરલ ભાયાની દ્વારા શેયર કરવામાં આવેલી તસવીરમાં બોમાઈ અને તેનો પરિવાર તેમના પાલતુ કૂતરાના ખોવા પર શોક વ્યક્ત કરતા જોવા મળે છે. આ ફિલ્મ વિશે વાત કરીએ તો 777 ચાર્લી એક એડવેન્ચર કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન કિરણરાજે કર્યું છે. આ ફિલ્મમાં રક્ષિત શેટ્ટી, સંગીતા શૃંગેરી, રાજ બી શેટ્ટી, ડેનિશ સૈત અને બોબી સિમ્હા મુખ્ય ભૂમિકામાં છે. પરમવાહ સ્ટુડિયો હેઠળ તેનું નિર્માણ રક્ષિત શેટ્ટી અને જીએસ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે. તમામ પ્રાણીપ્રેમીઓ અને ખાસ કરીને ડોગ લવર માટે આ એક ખાસ ફિલ્મ છે. આ ફિલ્મ માનવ અને પાલતુ કૂતરા વચ્ચેના બોન્ડને સુંદર રીતે કેપ્ચર કરે છે.