‘Student Of The Year 3’ માં જોવા મળશે કોલેજ લાઈફનું ‘કાળું સત્ય’, શનાયા કપૂરને માથે ‘મોટી જવાબદારી’

કરણ જોહરની પોપ્યુલર 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફ્રેન્ચાઇઝી હંમેશા તેના ગ્લેમરસ અંદાજ, અદભૂત સેટ્સ અને હાઇ-સ્કૂલ ડ્રામા માટે જાણીતી રહી છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ જ ગ્લેમરસ વર્લ્ડમાં જો સસ્પેન્સ અને ડાર્કનેસ ભળી જાય તો શું થાય? આ બધા વચ્ચે કરણ જોહર એક મોટું સરપ્રાઇઝ લઈને આવી રહ્યા છે.

Student Of The Year 3 માં જોવા મળશે કોલેજ લાઈફનું કાળું સત્ય, શનાયા કપૂરને માથે મોટી જવાબદારી
| Updated on: Sep 08, 2026 | 7:13 PM

કરણ જોહરની ‘Student Of The Year’ ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં વેબ શોનું રૂપ લેવા જઈ રહી છે અને આ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ એક ઓટીટી (OTT) શો તરીકે પ્રેક્ષકો સમક્ષ આવશે. કરણ જોહરની ‘Student Of The Year’ યુનિવર્સ પ્રેક્ષકો વચ્ચે તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી રહી છે.

એવામાં શું તમે જાણો છો કે, આ વખતે કરણ જોહર આને ડાર્ક અને થ્રિલરથી ભરપૂર બનાવવાના છે? કરણ જોહરે એવો નિર્ણય લીધો છે કે, તેઓ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 3’ માં પ્રેક્ષકોને સ્કૂલ ડેઝની ડાર્ક દુનિયા બતાવશે, જેને જોઈને ઓડિયન્સના રૂવાડાં ઊભાં થઈ જશે.

શનાયા કપૂરને મળશે ‘મોટી જવાબદારી’

શનાયા કપૂરને પ્રેક્ષકોએ વર્ષ 2026 માં ‘તૂ યા મૈં’ માં જોઈ હતી અને તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. હવે તે આવો જ એક રોલ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 3’ માં નિભાવવાની છે, જે માત્ર ગ્લેમરસ જ નહીં પરંતુ ડાર્ક પણ હશે. શનાયા કપૂરને લાંબા સમયથી એક સારા રોલની તલાશ હતી, જેમાં તે કંઈક કમાલ કરી બતાવે. એવામાં કરણ જોહરે તેને એક એવો પ્રોજેક્ટ આપી દીધો છે કે, જેમાં તે ચાહકોનું દિલ જીતી લેશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મ નિર્માતા રીમા માયાને કરણ જોહર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 3’ ની જવાબદારી સોંપશે. તેઓ આનું ડાયરેક્શન કરશે અને પ્રેક્ષકો સામે કંઈક અલગ રજૂ કરશે. જો કે, ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ દિવસોમાં મેકર્સ આના કાસ્ટિંગમાં લાગેલા છે.

‘Student Of The Year 3’ માં હશે શનાયાનો ડબલ રોલ

ઇન્સાઇડર્સનું માનીએ તો, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 3’ માં શનાયા કપૂરનો ડબલ રોલ હશે. કરણ જોહરે રીમા માયા સાથે મળીને કંઈક અલગ કરવાનો નિર્ણય કર્યો છે, જેના માટે શનાયાએ સખત મહેનત કરવી પડશે. આ સિરીઝ યુવાવર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે, જેમાં તાજેતરના સમયના ઘણા બધા રેફરન્સ હશે.

Nora Fatehi Breaking News : ગાંધીનગરમાં નોરા ફતેહી સામે ₹3 કરોડની માનહાનિનો કેસ, ચાર્ટર્ડ પ્લેનને ‘રમકડું’ કહેવું પડ્યું ભારે !

Follow Us
Loading...
Unable to load recommendations.