Kapoor Family Tree : આ છે બોલિવુડની સૌથી મોટી ફેમિલી, હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં આ પરિવાર કરી રહ્યો છે રાજ

|

Dec 13, 2024 | 4:45 PM

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ કપૂર પરિવારનો એક અલગ દરજ્જો હતો, આ પરિવારને હિન્દી સિનેમાનો પહેલો પરિવાર માનવામાં આવે છે. તેણે ઘણા પ્રતિભાશાળી કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો આપ્યા છે. આવો જાણીએ આ પરિવારના ફેમિલી ટ્રી (Family Tree) વિશે

Kapoor Family Tree :  આ છે બોલિવુડની સૌથી મોટી ફેમિલી, હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં આ પરિવાર કરી રહ્યો છે રાજ

Follow us on

Kapoor Family Tree: કપૂર વંશની શરૂઆત પૃથ્વીરાજ કપૂરથી થઈ હતી. તેણે રામસરની મહેરા સાથે લગ્ન કર્યા. તેમને ચાર બાળકો હતા- રાજ કપૂર, ઉર્મિલા કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર. રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા અને આ લગ્નથી તેમને પાંચ બાળકો થયા – રણધીર કપૂર, રિતુ કપૂર, ઋષિ કપૂર, રીમા કપૂર અને રાજીવ કપૂર. સૌથી મોટા પુત્રનું નામ રણધીર કપૂર છે, જેમણે પ્રખ્યાત અભિનેત્રી બબીતા ​​સાથે લગ્ન કર્યા છે. રણધીર અને બબીતાને બે દીકરીઓ છે – કરિશ્મા કપૂર અને કરીના કપૂર. બંનેએ હિન્દી સિનેમામાં પોતાની ધાક જમાવી ચૂકી છે.

કરિનાને બે પુત્રો છે તૈમૂર અને જેહ

અંગત જીવનની વાત કરીએ તો કરિશ્મા કપૂરે દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, જોકે હવે સંજય અને કરિશ્માના છૂટાછેડા થઈ ગયા છે. કરિશ્મા કપૂરને બે બાળકો છે, સમાયરા કપૂર અને કિયાન રાજ. રણધીર કપૂરની નાની પુત્રી અને અભિનેત્રી કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે, તેમને બે પુત્રો છે તૈમૂર અને જેહ.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

 

રાજ કપુરના બીજા સંતાનની વાત કરીએ તો તેનું બીજું સંતાન રિતુ કપુર હતા. જેના લગ્ન રાજન નંદા સાથે થયા અને રિતુ નંદા બની તેના 2 બાળકો નિતાશા નંદા અને નિખિલ નંદા છે. નિખિલ બચ્ચન પરિવારનો જમાઈ છે. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનના લગ્ન તેમની સાથે થયા છે, નિખિલ અને શ્વેતાને 2 બાળકો છે. અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી

રણબીર કપુરના લગ્ન અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થયા

રાજ કપુરનું ચોથું સંતાન હતા દિવગંત ઋષિ કપુર તેમણે અભિનેત્રી નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. ઋષિ અને નીતુને બે બાળકો છે. રિદ્ધિમા કપુર અને રણબીર કપૂર, રિદ્ધિમા કપુરના લગ્ન દિલ્હીના બિઝનેસમેન ભરત સાહની સાથે થયા તેને એક પુત્રી છે રણબીર કપુરના લગ્ન અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થયા છે. તેમને એક બાળકી પણ છે. રાજ કપુરનું ચોથું સંતાન રીમા કપુર હતુ. રીમાએ મનોજ જૈન સાથે લગ્ન કર્યા તેમને 2 બાળકો છે અરમાન જૈન અને આદર જૈન, રાજ કપુરનું સૌથી નાનું સંતાન છે. ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં જોવા મળનાર રાજીવ કપુર, રાજીવે મશહુર આર્ટિટેક્ટ આરતી સાથે લગ્ન કર્યા હતા. આ બંન્નેના લગ્ન વધુ સમય ચાલ્યા નહિ બંન્નેના 2001માં તલાક થઈ ગયા હતા.

શમ્મી કપૂરે પોતાના જીવનમાં બે લગ્ન કર્યા હતા

પૃથ્વીરાજ કપૂરના બીજા સંતાન ઉર્મિલા કપૂરે ચરણજીત સિયાલ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે, જતીન સિયાલ, જે ‘વિવાહ’, ‘આ અબ લૌટ ચલેં’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. શમ્મી કપૂર પૃથ્વીરાજ કપૂરના ત્રીજા સંતાન છે. શમ્મી કપૂરે પોતાના જીવનમાં બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની ગીતા બાલી હતી, જેનું 1965માં અવસાન થયું હતું. આ પછી તેણે નીલા દેવી સાથે લગ્ન કર્યા. શમ્મી કપૂરને બે બાળકો છે. આદિત્ય રાજ ​​કપૂર અને કંચન કપૂર. આદિત્ય રાજ ​​કપૂરે પ્રીતિ કપૂર સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો વિશ્વા કપૂર અને તુલસી કપૂર છે. કંચન કપૂરના લગ્ન પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક મનમોહન દેસાઈના પુત્ર કેતન દેસાઈ સાથે થયા હતા. તેમને બે બાળકો છે, રાજ રાજેશ્વરી દેસાઈ અને પૂજા દેસાઈ.

શશિ કપૂરના ત્રીજા સંતાન સંજના કપૂરે બે લગ્ન કર્યા હતા

શશી કપૂર પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના પુત્ર હતા. તેણે પ્રખ્યાત અભિનેત્રી જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને ત્રણ બાળકો કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂરનો જન્મ થયો. કુણાલ કપૂરે શીના સિપ્પી સાથે લગ્ન કર્યા હતા. શીના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક રમેશ સિપ્પીની પુત્રી છે. તેઓએ તેમના પુત્રનું નામ પૃથ્વીરાજ કપૂર, સિનેમામાં કપૂર વંશના સ્થાપક જહાં પૃથ્વીરાજ કપૂરના નામ પરથી રાખ્યું છે. તેમની પુત્રીનું નામ સાયરા છે. શશિ કપૂરના બીજા પુત્ર કરણ કપૂરે લોર્ના સાથે લગ્ન કર્યા અને તેમને ઝેક કપૂર અને આલિયા કપૂર નામના બે બાળકો છે. શશિ કપૂરના ત્રીજા સંતાન સંજના કપૂરે બે લગ્ન કર્યા હતા. તેણે પહેલા નિર્માતા-અભિનેતા આદિત્ય ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા. તેના બીજા લગ્ન વાલ્મીક થાપર સાથે થયા હતા, આ લગ્નથી તેને એક પુત્ર હમીર થાપર છે.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:00 am, Sat, 17 June 23

Next Article