કપિલ શર્મા ‘ઈન્ડિગો’ એરલાઈન પર ગુસ્સે થઈ ગયા, કહી દીધું કે-તમને શરમ આવવી જોઈએ
કોમેડિયન કપિલ શર્મા ઈન્ડિગોની ફ્લાઈટમાં ચેન્નાઈથી મુંબઈ જઈ રહ્યો હતો. તેણે આ પ્રવાસ દરમિયાન થયેલા ખરાબ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે એરલાઈન ઈન્ડિગોની સર્વિસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કારણ આપ્યું હતું કે પાઇલટ ટ્રાફિકમાં અટવાવાના કારણે ફ્લાઇટ મોડી પડી હતી.

કોમેડિયન કપિલ શર્માએ બુધવારે ‘ઈન્ડિગો’ એરલાઈનની સર્વિસ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રવાસમાં વિલંબ અને મેનેજમેન્ટના અભાવનો આક્ષેપ કર્યો હતો. ઈન્ડિગો દેશની સૌથી મોટી કોમર્શિયલ એરલાઈન તરીકે જાણીતી છે. પરંતુ કપિલ શર્માને આ એરલાઈન્સ સાથે મુસાફરી કરતી વખતે ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. તેણે આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
આ પ્લેનમાંથી મુસાફરી કરતા મુસાફરોને લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે પ્લેનનો પાયલોટ ટ્રાફિકમાં ફસાઈ જતાં મુસાફરોને એક કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. કપિલે સોશિયલ મીડિયા પર કેટલાક મુસાફરોના વીડિયો પણ પોસ્ટ કર્યા છે. જેમાં ગુસ્સે ભરાયેલા મુસાફરો એરલાઇન સ્ટાફ સાથે મારપીટ કરતા જોવા મળે છે.
કપિલ શર્માની પોસ્ટ-
People r suffering bcoz of you @IndiGo6E lying lying n lying, there r some old passengers on wheel chairs, not in a very good health condition. Shame on you #indigo pic.twitter.com/87OZGcUlPU
— Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023
(Credit Source : @KapilSharmaK9)
પ્રિય ઈન્ડિગો, પહેલા તમે અમને 50 મિનિટ રાહ જોવડાવો અને પછી તમારી ટીમ અમને કહે છે કે પાઈલટ ટ્રાફિકમાં ફસાઈ ગયો છે. શું ખરેખર? અમારી ફ્લાઈટ રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ હવે 9.20 છે અને હજુ પણ પાઇલટ આવ્યો નથી. શું તમને લાગે છે કે આ 180 પેસેન્જરો જેમને તમારા કારણે તકલીફ પડી છે તેઓ ફરી ઈન્ડિગો સાથે મુસાફરી કરશે? “ક્યારેય નહીં”, કપિલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
Now they r de boarding all the passengers n saying we will send you in another aircraft but again we have to go back to terminal for security check #indigo pic.twitter.com/NdqbG0xByt
— Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023
(Credit Source : @KapilSharmaK9)
કપિલે ઈન્ડિગો એરલાઈનના અધિકારીઓને કર્યા ટેગ
આ પછી કપિલે બીજો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં મુસાફરોને પ્લેનમાંથી ઉતારવામાં આવી રહ્યા છે. “હવે તેઓ વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ તેમને બીજા વિમાનમાં મોકલશે. પરંતુ હવે અમારે ફરીથી ટર્મિનલ પર સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. તમારા કારણે લોકોને તકલીફ પડી રહી છે અને ઈન્ડિગો અમારી સાથે ખોટું બોલી રહી છે.
મુસાફરોમાં કેટલાક વૃદ્ધો અને કેટલાક વ્હીલચેરમાં છે, જેમની તબિયત સારી નથી. તમને ખરેખર શરમ આવવી જોઈએ’, કપિલે ફરિયાદ કરી. કપિલે ઈન્ડિગો એરલાઈનના અધિકારીઓને પણ ‘X’ (Twitter) પર ટેગ કર્યા છે. તેણે ઉલ્લેખ કર્યો કે ચેન્નાઈથી મુંબઈની મુસાફરી દરમિયાન તેણે આ તકલીફ સહન કરવી પડી હતી.
મુસાફરોને આ રીતે અસુવિધા થઈ
આ પહેલીવાર નથી જ્યારે કોઈ એરલાઈન્સ દ્વારા મુસાફરોને આ રીતે અસુવિધા થઈ હોય. આ પહેલા પણ ઘણી સેલિબ્રિટીઓએ આ રીતે અનુભવ કર્યો છે. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા એરલાઈન્સને ફરિયાદ કરી. કપિલ શર્માની પોસ્ટ પર નેટીઝન્સે પ્રતિક્રિયા આપી અને એરલાઈન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
