મીકા સિંહના ‘KRK Kutta’ ગીતનું મીમ જોઈને ગુસ્સે થયા કમલ આર ખાન, સિંગરને આપી આ ચેતવણી

મીકા સિંહ અને કમલ આર ખાન (કેઆરકે) વચ્ચે ચાલી રહેલા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંને એકબીજાને લઇને બયાનબાજી કરી રહ્યા છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 12, 2021 | 1:30 PM

મીકા સિંહ અને કમલ આર ખાન (KRK) વચ્ચે ચાલી રહેલા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંને એકબીજાને લઇને બયાનબાજી કરી રહ્યા છે. આ દરમિયાન, મીકા સિંહે એક નવું ગીત લોન્ચ કર્યું છે. આ ગીતનું નામ છે ‘કેઆરકે કુત્તા’. મીકા સિંહે આ ગીત એક દિવસ પહેલા તેમની યુટ્યુબ ચેનલ પર લોંચ કર્યું હતું. આ ગીતને મીકા સિંહે ગાયું છે અને તેમનો સાથ શારીબ તોષીએ આપ્યો છે.

મીકા સિંહના આ મ્યુઝિક વીડિયોમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં વિંદુ દારા સિંહે પણ તેમાં પરફોર્મ કર્યું છે. ગીત દ્વારા મીકાએ કમલ આર ખાનને નિશાન બનાવ્યા છે અને તેમના ઘણા મીમ્સ પણ શામેલ કર્યા છે. આમાં, કેઆરકેને કૂતરા તરીકે બતાવવામાં આવ્યા છે. ઘણી અભિનેત્રીઓને મોર્ફ્ડ કરીને તેમનો ચહેરો લગાવી દેવામાં આવ્યો છે.

અહીં જુઓ મીકા સિંહનું ગીત –

મીકા સિંહનો આ મ્યુઝિક વીડિયો જોયા પછી કમલ આર ખાને પ્રતિક્રિયા આપી હતી અને તેનો રિએક્શન વીડિયો લાવવાની ચેતવણી પણ આપી હતી. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, “મેં મીકાનું મારા વિશે ગીત જોયું. હું તેમનો આભાર માનું છું તે બનાવવા બદલ . હું બુકી (મુંબઈ પોલીસ રેકોર્ડ અનુસાર) નો આભાર માનું છું , વિંદુ દારા સિંહ (Vindu Dara Singh) પણ આ ગીતમાં દેખાયા હતા.”

અહીં જુઓ કમલ આર ખાનનું ટ્વીટ

કેઆરકેએ વધુમાં લખ્યું, “હું મીટુ માસ્ટર તોષી સાબરીનો તેમાં સંગીત આપવા બદલ આભાર માનું છું. હવે તે બધા માટે મારી વીડિયોની રાહ જુઓ.” મ્યુઝિક વીડિયોના રિલીઝ પહેલા મીકા સિંહને ટ્વિટર પર ચેલેન્જ આપવામાં આવ્યો હતો. જે બાદ મીકા સિંહે કેઆરકે કુત્તાનું ટીઝર લોન્ચ કર્યું હતું.

કેઆરકેએ તેમના ટ્વિટમાં લખ્યું છે કે, ” આટલો ભસે છે કેમ, જો ઔકાત નથી ગીત રિલીઝ કરવાની. ડરીશ નહીં, બિન્દાસથી રિલીઝ કર! હું ઇચ્છું છું કે તું એકવાર ગીત રિલીઝ કરી દે! પછી જો.”

આ છે મામલો

તાજેતરમાં સલમાન ખાને તેમની વિરુદ્ધ નિવેદનો આપતા ટીકાઓને ધ્યાનમાં રાખીને કેઆરકે પર માનહાનીનો દાવો કર્યો હતો, જેનાથી નારાજ થઈને કેઆરકેએ સલમાન પર તેમના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. આવી સ્થિતિમાં, સલમાન ખાનના મિત્ર અને ગાયક મિકા સિંહે સલમાન વિરુદ્ધ નિવેદન કરવા વાળા કેઆરકેને આડે હાથ લીધા છે.

Follow Us:
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">